ગુજરાતમાં રાહુલ, સોનિયા, પ્રિયંકાનું થયું આગમન, કોંગ્રેસના નેતાઓએ એરપોર્ટ પર આવકાર્યા

Congress Working Committee

કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં ભાગ લેવા ગાંધી પરિવાર અમદાવાદના આંગણે આવી ગયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી ,કોંગ્રેસ મહાસચિવ અને ગાંધી પરિવારના દિકરી પ્રિયંકા ગાંધી અમદાવાદ એરપોર્ટ પહોચ્યા છે. અને ત્યાંથી સીધા જ ગાંધી આશ્રમ પહોંચી રહ્યા છે.

ગાંધી પરિવારની સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ ઉપસ્થિત છે.પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ તેમનુ સ્વાગત કર્યુ અને બાદમાં કોંગ્રેસના શિર્ષ નેતાઓનો કાફલો ગાંધી આશ્રમ જશે.જ્યાં તેઓ પ્રાર્થના સભામાં સામેલ થઈને કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સામેલ થશે.

રાજસ્થાનના પ્રધાનો

આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકને લઈને પાર્ટીના દિગ્ગજ નેતાઓનો અમદાવાદમાં જમાવડો થઈ રહ્યો છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત, કોંગ્રેસ નેતા પી.સી. ચાકો, દિપેન્દ્રસિંહ હુડ્ડા, કે.સી વેણુગોપાલ સવારે જ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા.

સઘન બંદોબસ્ત

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના આગમનને લઈને કારનો મસમોટો કાફલો પણ એરપોર્ટ પર જોવા મળી રહ્યો છે. તો સાથે સઘન સુરક્ષા વ્યવસ્થા પણ જોવા મળી રહી છે.

શક્તિસિંહે એરપોર્ટ પર આવકાર્યા

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ પણ અમદાવાદ એરપોર્ટ પર કોંગી નેતાઓને આવકારવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે અમદાવાદના આંગણે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનુ મહત્વ, કોંગી ધારાસભ્યોના પક્ષ પલટા અને આગામી લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રસની રણનીતિ સહિતના પ્રશ્ને જીએસટીવી સાથે કરી હતી ખાસ વાતચીત.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter