GSTV

ટ્રમ્પના કાર્યક્રમ પાછળ કરોડોનો ખર્ચ, સરકારે ગુજરાતમાં કોઈને ખબર નથી તેવી સમિતીનું આપ્યું નામ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પીએ મોદી સાથે સંયુક્ત કાર્યક્રમને સંબોધિત કરવાના છે. જો કે આ કાર્યક્રમ પાછળ અધધધ કહી શકાય તેવો ખર્ચો થયો છે. ત્યારે આ કાર્યક્રમના આયોજકનું નામ રહસ્યમય રીતે સામે આવ્યું છે. તો કોણ છે આ કાર્યક્રમના આયોજક અને કોંગ્રેસ શું સવાલ ઉઠાવી રહી છે.

આયોજકના નામને લઈને પ્રશ્નો?

  • નમસ્તે ટ્રમ્પ અંતર્ગત સીએમ રૂપાણી સહિતના અધિકારીઓ બેઠક કરે છે
  • યજમાનની ભૂમિકા ભજવી રહ્યાં છે
  • હાઉડી મોદીની જેમ કોઈ ચોક્કસ ગ્રુપ સામે નથી આવ્યું
  • હાઉડી મોદીનું આયોજન ટેકસાસ ઈન્ડયા ફોરમે કર્યુ હતું
  • સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર આયોજક અંગેની માહિતી આપી હતી
  • નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈને ગુજરાત સરકારની માહિતીમાં ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિનું નામ નથી
  • પ્રચાર માટે હોર્ડિગ્સમાં આયોજકનું નામ પણ નથી

ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિનું નામ સામે આવ્યું

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને આ કાર્યક્રમના આયોજન પાછળ લગભગ 85 કરોડનો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જો કે આ કાર્યક્રમ અંતર્ગત યુએસ પ્રેસિડન્ટ ટ્રમ્પ માત્ર ત્રણ કલાક માટે જ અમદાવાદમાં રોકાશે. કાર્યક્રમની ભવ્યતાની સાથે તેની પાછળના જંગી ખર્ચ તથા આ ભવ્ય કાર્યક્રમના આયોજક કોણ છે તેના વિશેની ચર્ચાએ હાલ કૌતુક ઊભું કર્યું છે. ત્યારે આ ચર્ચા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિનું નામ સામે આવ્યું છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે દિલ્હીમાં પત્રકારપરિષદમાં કહ્યું હતું કે અમદાવાદમાં યોજાઈ રહેલી નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટનું આયોજન ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ કરી રહી છે.

સુરજેવાલાએ ટ્વીટ કરી સવાલ કર્યો

જો કે ધ હિંદુના એક અહેવાલ મુજબ આવી કોઈ સમિતિનું નામ ગુજરાતમાં કોઈને ખબર નથી. ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ કોણ છે એવો સવાલ કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કર્યો છે. સુરજેવાલાએ ટ્વીટ કરી સવાલ કર્યો કે, ડીયર પીએમ આ ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ કોણ છે. એ ક્યારે બની અને ક્યારે અમેરિકાના પ્રમુખને આમંત્રણ આપવામાં આવ્યુ.

હાઉડી મોદીનું આયોજન ટેક્સાસ ઇન્ડિયા ફોરમે કર્યું હતું

આ કાર્યક્રમ અંગે ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને અનેક અધિકારીઓ સુધી બેઠકો કરી રહ્યા છે અને યજમાનની ભૂમિકામાં છે પરંતુ હાઉડી મોદીની જેમ કોઈ ચોક્ક્સ આયોજક સમૂહ દેખાઈ નથી રહ્યો. હાઉડી મોદીનું આયોજન ટેક્સાસ ઇન્ડિયા ફોરમે કર્યું હતું અને એમના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પર પોતે આયોજક છે એમ પણ લખ્યું હતું. પરંતુ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈને ગુજરાત સરકારે આપેલી કોઈ પણ માહિતીમાં કે પ્રચારસાહિત્યમાં આવી કોઈ સમિતિનું નામ પણ સામે આવ્યું નથી. અલબત્ત પ્રચાર માટે લાગેલા મોટા હોર્ડિંગ્સમાં આયોજકનું કોઈ નામ નથી.

સંસ્થાઓના નામ કે લોગો જોવા નથી મળી રહ્યા

ગુજરાત સરકારની વેબસાઇટ તપાસીએ તો ત્યાં પણ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની પહેલી તસવીર સામે દેખાય છે પરંતુ એના પર ક્લિક કરતાં અન્ય કોઈ વિગતો ખુલતી નથી. કાર્યક્રમની માહિતી માટે બનાવવામાં આવેલી વેબસાઇટ પર પણ રાજ્ય સરકારની સંસ્થા ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડનો કૉપીરાઇટ્સ જ દેખાય છે, પરંતુ રવીશ કુમારે જેને આયોજક ગણાવી છે તે ડોનાલ્ડ નાગરિક અભિનંદન સમિતિ વિશે એક વાક્યની નોંધ કે ઉલ્લેખ જોવા નથી મળી રહ્યો. જોકે નમસ્તે ટ્રમ્પના જે પણ હોર્ડિંગ શહેરમાં લાગ્યા છે તેમાં ગુજરાત સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન, ભાજપ કે અન્ય કોઈ સરકારી કે બિનસરકારી સંસ્થાઓના નામ કે લોગો જોવા નથી મળી રહ્યા.

READ ALSO

Related posts

PM મોદીએ દિવો પ્રગટાવતી તસ્વીરો કરી શેર, હિરાબાએ પણ દિપ પ્રાગટ્યને આપ્યુ સમર્થન

Arohi

કોરોનાની મહામારી દરમિયાન જ 4 લાખથી વધારે લોકો ચીનથી પહોંચી ગયા હતા અમેરિકા

Nilesh Jethva

09.09 પર સમગ્ર દેશમાં દિપ પ્રાગટ્ય, કોરોના સામે નવી ઊર્જાનો ખૂણે ખૂણે થયો પ્રસાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!