GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

કૉંગ્રેસે 20 બેઠકો પર ચર્ચા કરીને 6 બેઠકોના જ નામ જાહેર કર્યા, સૌરાષ્ટ્રમાં આ નેતાઓને ઉતાર્યા મેદાને

rahul

લોકસભાની સીટ માટે કોંગ્રેસે વધુ 6 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં પોરબંદરની સીટ પર ધારાસભ્ય લલિત વસોયાને જ્યારે જૂનાગઢની સીટ પર પૂજાભાઈ વંશ અને રાજકોટની સીટ પર લલિત કગથરાના નામની જાહેરાત કરાઈ છે. તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ બેઠક પર જીતુ ચૌધરીને ટિકિટ અપાઈ છે. જ્યારે પાટણથી જગદીશ ઠાકોરને મેદાનમાં ઉતારાયા છે. અને પંચમહાલમાં વી. કે. ખાંટને ટિકિટ અપાઈ છે.

કોંગ્રેસે જાહેર કરેલા 6 નામોમાંથી 4 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે. આ તમામની વચ્ચે બારડોલી બેઠક પર તુષાર ચૌધરીના નામની ચર્ચાઓ હતી પરંતુ સત્તાવાર રીતે કોંગ્રેસ દ્વારા યાદીમા તેમનું નામ જાહેર કરાયુ નથી. એટલે કે બારડોલી બેઠક પર પણ કોંગ્રેસ હજુ મનોમંથન કરી રહી હોય તેમ લાગી રહ્યુ છે. દિલ્હીમાં મળેલી બેઠકમાં તમામ 20 બેઠકો પર ચર્ચા કરાઈ હતી પરંતુ નામ 6 બેઠકોના જ જાહેર કરાયા છે. સુત્રોના મતે બાકી રહેલી બેઠક પર પણ હજુ વિચાર વિમર્શ ચાલી રહ્યુ છે. અને એકાદ બે દિવસમાં તે નામો પણ જાહેર થઈ જશે.

READ ALSO

Related posts

બોયકોટ ચાઈનાઃ હીરો સાઈકલ બન્યું દેશનો સાચો હિરો, ચીન સાથેનો 900 કરોડનો વ્યાપાર કર્યો રદ

Mansi Patel

ફોલ્ડેબલ સ્માર્ટફોન Galaxy Z Flipના ચાહકો માટે ખુશખબર, રૂપિયા 15 હજારનો થશે ફાયદો

Pravin Makwana

કોરોનાનો કહેર : એક વર્ષ બગડે તો મંજૂર છે પણ વ્હાલસોયાને નહીં મોકલીએ શાળાએ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!