GSTV
India News ટોપ સ્ટોરી

કોંગ્રેસનો મોંઘવારી વિરુદ્ધ આક્રોશ/ પોલીસના બેરીકેડ પણ ન રોકી શક્યા પ્રિયંકા ગાંધીને, પોલીસ સાથે કોંગી નેતાઓનું ઘર્ષણ

કોંગ્રેસે આજે મોંઘવારી, બેરોજગારી, ખાદ્ય પદાર્થો પર લાગુ કરવામાં આવેલા જીએસટી, અગ્નિવીર યોજનાના વિરોધમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શન હાથ ધર્યું છે. કોંગ્રેસના આ કાર્યક્રમમાં વરિષ્ઠ નેતાઓ ઉપરાંત સામાન્ય કાર્યકરો પણ સામેલ થઈ રહ્યા છે.  કોંગ્રેસના હલ્લાબોલ વચ્ચે દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને કસ્ટડીમાં લીધા છે. આ કારણે કોંગ્રેસના અનેક સાંસદો વિજય ચોક ખાતે ધરણાં પર બેસી ગયા છે. રાહુલ ગાંધી કોંગ્રેસી સાંસદો સાથે સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધીની માર્ચ યોજી રહ્યા હતા તે સમયે પોલીસે તેમને વિજય ચોક ખાતે જ અટકાવી દીધા હતા. બાદમાં પોલીસે રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. પોલીસે કોંગ્રેસને આ માર્ચ માટે મંજૂરી નહોતી આપી અને સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવેલી છે. 

સોનિયા ગાંધીની ઉપસ્થિતિ

કોંગ્રેસી સાંસદોએ કાળા કપડામાં સંસદથી માર્ચ યોજી હતી. તે દરમિયાન સોનિયા ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તરફ દિલ્હી સિવાય બિહાર, તેલંગાણા, રાજસ્થાન સહિત દેશભરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ચાલું જ છે. કોંગ્રેસી કાર્યકરો દિલ્હીમાં વરસાદને અવગણીને રસ્તો રોકી રહ્યા છે. 

પ્રિયંકાની આગેવાનીમાં માર્ચ

કોંગ્રેસી નેતાઓએ પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં પાર્ટી કાર્યાલય ખાતેથી કૂચ આરંભી હતી. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરી દેવાયું છે. ઉપરાંત કોંગ્રેસી કાર્યકરોને કસ્ટડીમાં પૂરવા માટે 10થી વધુ બસ ઉભી રાખી દેવામાં આવી છે.

કોંગ્રેસી નેતા રાજીવ શુક્લાએ જણાવ્યું કે, તેઓ રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરવા પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ પોલીસે તેમને અટકાવી દીધા છે. કોંગ્રેસી સાંસદો તેમની ધરપકડ કરવા માટે માંગણી કરી રહ્યા છે. કોંગ્રેસી નેતા પી. ચિદંબરમે જણાવ્યું કે, આ વિરોધ મોંઘવારી અને અગ્નિપથનો છે. મોંઘવારીએ સૌ કોઈને ભરડામાં લીધા છે. રાજકીય પાર્ટી હોવાના નાતે આપણું કર્તવ્ય બને છે કે, લોકોના અવાજને બહાર લાવવામાં આવે. માટે જ અમે પ્રદર્શન કરી રહ્યા છીએ.

કોંગ્રેસે મોંઘવારી અને બેરોજગારી સામે દેશવ્યાપી આંદોલન છેડ્યું છે. આ ઘટનાના ઉપક્રમે કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે આપણે જે જોઈ રહ્યા છીએ તે લોકતંત્રની હત્યા છે. સંસદમાં ડિબેટ કરવા દેવામાં આવતી નથી. અમારી ધરપકડ કરી લેવામાં આવે છે. જે કોઈ પણ તાનાશાહી વિચાર વિરુદ્ધ હુમલો કરે છે તેમને જેલમાં નાખી દેવામાં આવે છે. તેમના પર શાતિર હુમલો કરવામાં આવે છે. તેમની ધરપકડ કરીને તેમને પીટવામાં આવે છે.

તેમણે આક્ષેપ મૂક્યો કે, બેરોજગારી અને મોંઘવારી વધતી જાય છે પરંતુ હિન્દુસ્તાનની સરકાર કહે છે કે આવું બિલકુલ નથી. કોવિડમાં થયેલા મૃત્યુનો પણ સરકારે સ્વીકાર કર્યો નથી. હું જેટલું સાચું બોલીશ એટલું મારા પર આક્રમણ થશે પરંતુ હું મારું કામ કરીશ. લોકતંત્ર માટે લડતો રહીશ.

READ ALSO

Related posts

બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના આટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા

Binas Saiyed

મેગા ઓપરેશન/ ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, રાજ્યમાંથી ઝડપાયું રૂ.2151 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel

Video: પોલીસે YouTuber બોબી કટારિયા વિરુદ્ધ નોંધી FIR, ફ્લાઈટમાં સિગારેટ પીતો વીડિયો થયો વાયરલ

Binas Saiyed
GSTV