GSTV
Home » News » આજે પ્રિયંકા બતાવશે પોતાનો પાવર, લખનઉમાં નવ કલાકનો રોડ શો કરીને લોકોને રીઝવશે

આજે પ્રિયંકા બતાવશે પોતાનો પાવર, લખનઉમાં નવ કલાકનો રોડ શો કરીને લોકોને રીઝવશે

કોંગ્રેસના મહાસચિવનો કારભાર સંભાળ્યા બાદ પ્રિયંકા ગાંધી લખનઉમાં વિશાળ રોડ શો કરવાના છે. જેના માટે કોંગ્રેસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. યુપીમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે કહ્યુ કે, પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી યુપીના કાર્યકરોમાં ઉત્સાહ છે. પ્રિયંકા ગાંધીના રોડશોમાં જનમેદની ઉમટી પડવાના છે. આ ઉપરાંત રાજ બબ્બરે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજીનામું આપવુ જોઈએ.

રાજ્યમાં માફિયાઓનો આતંક વધ્યો છે. તેમ છતા યોગી સરકાર આવા અસમાજિક તત્વો વિરૂદ્ધમાં કોઈપણ પ્રકારના પગલા ભરતી નથી. મહત્વપૂર્ણ છે કે, પ્રિયંકા ગાંધી આજે લખનઉમાં નવ કલાક સુધી રોડ શો કરશે. પ્રિયંકા ગાંધી લખનઉમાં પાર્ટી કાર્યાલય નહીં પણ વીવીઆઈપી ગેસ્ટ હાઉસમાં રોકાશે. જ્યા તેઓ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.

જે બાદ તેઓ લખનઉમાં વિશાળ રોડ શો કરશે. રોડ શો દરમ્યાન પ્રિયંકા ગાંધીનું એનક જગ્યાએ સ્વાગત કરવામાં આવશે. આ ઉપરાંત તેઓ અનેક મહાપુરૂષોની મૂર્તિઓ પર પુષ્પાંજલિ કરશે. અંતમાં રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી રોડ શોને પૂર્ણ કરવામાં આવશે.

READ ALSO

Related posts

જૂનાગઢમાં ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કર્યા, કોંગ્રેસ ક્લિન બોલ્ડ

Mayur

જમ્મુ કાશ્મીરના અનંતનાગ હાઇવે પાસે IED હોવાની સૂચના, રોકવામાં આવી અમરનાથ યાત્રા

Bansari

આસામમાં ભારે વરસાદ બાદ 16 ગેંડા સહિત 187 વન્યજીવોના મોત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!