GSTV
Home » News » કલમ 370 નાબૂદી બાદ પ્રથમવાર આવ્યું પ્રિયંકા ગાંધીનું આ નિવેદન, કહ્યું બંધારણનું ઉલ્લંઘન

કલમ 370 નાબૂદી બાદ પ્રથમવાર આવ્યું પ્રિયંકા ગાંધીનું આ નિવેદન, કહ્યું બંધારણનું ઉલ્લંઘન

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 દૂર થવા અંગે પ્રતક્રિયા આપતા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે આ ગેરબંધારણીય છે. કાશ્મીર મુદ્દે પ્રિયંકાનું આ પહેલું નિવેદન છે. સોનભદ્રકાંડના પીડિતોને મળ્યા બાદ પ્રિયંકા ગાંધી પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા હતા. પ્રિયંકાએ કહ્યું કે જે રીતે આર્ટિકલ-370ને હટાવવામાં આવી છે તે સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. તેમજ તે લોકતંત્રના તમામ સિદ્ધાંતોની વિરૂદ્ધ છે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કહ્યું હતુ કે કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે તે બંધારણનું ઉલ્લંઘન છે. અને તેનાથી રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો ઉભો થશે.

આની પહેલાં પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને ઈદ-ઉલ-અદાહની મુબરકબાદ પાઠવ્યા હતા. પ્રિયંકાગાંધીએ ટ્વીટ કર્યુ હતુકે, ઈદ મુબારક, ખાસ કરીને કાશ્મીરમાં મારા ભાઈઓ અને બહેનોને જે કાશ્મીરમાં ભયાનક પ્રતિબંધો અને સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં પૂરનો સામનો કરી રહેલા એવા પરિવારો પણ કે જેઓ આજે ઈદનો તહેવાર પૂર્ણ રીતે ઉજવણી કરી શકશે નહીં.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બંધારણની કલમ 370 માં ફેરફાર કર્યા છે. આ બંધારણીય પરિવર્તન પછી, જમ્મુ-કાશ્મીરને મળેલા વિશેષ રાજ્યનો દરજ્જો ખત્મ થઈ ગયો છે. પુનર્ગઠન બિલ દ્વારા કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરને બે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દીધું છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશોનો દરજ્જો મળ્યો છે.

સંભવિત હિંસાને રોકવા માટે કેન્દ્ર સરકારે ખીણમાં સુરક્ષા પ્રણાલીમાં વધારો કર્યો છે, જેનાથી લોકોને આંશિક અસર પડી છે. વિપક્ષ આ પર વિવિધ સવાલો ઉભા કરી રહ્યો છે. મોટાભાગના પક્ષોએ કેન્દ્રને ટેકો આપ્યો છે, ત્યારે મુખ્ય પક્ષોએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે. નરેન્દ્ર મોદી સરકાર અંગેના આ નિર્ણય અંગે કોંગ્રેસ આક્રમક છે.

ખીણમાં મોબાઇલ ફોન, મોબાઇલ ઇન્ટરનેટ અને ટીવી-કેબલ્સ પર હજી પ્રતિબંધ છે. જો કે, જમ્મુમાં, કલમ 144 સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં ફોન સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે ફક્ત મોબાઈલ કોલિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!