GSTV

રાહુલ ગાંધીએ યેદિયુરપ્પાને નિશાને લઈ ભાજપ પર કર્યો પ્રહાર, ભાજપના તમામ ચોકિદાર ચોર છે

rahul gandhi

Last Updated on March 22, 2019 by Alap Ramani

કોંગ્રેસે એક મેગેઝિનના રિપોર્ટની રિપોર્ટના આધારે ભાજપના મોટા નેતાઓ વિરૂદ્ધ તપાસ કરવાની માગણી કરી છે. મેગેઝિનમાં બીએસ યેદિયુરપ્પાની કથિત ડાયરીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં અરૂણ જેટલી, નીતિન ગડકરી જેવા બીજેપીના મોટા નેતાઓ અને વકિલોને 1800 કરોડ રૂપિયા આપવાની વાત કરવામાં આવી છે.

લોકસભાની ચૂંટણી પહેલા કર્ણાટકમાં ભાજપના નેતા યેદિયુરપ્પા અને ભાજપ પર ભ્રષ્ટાચારનો મોટો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પત્રકાર પરિષદમાં સનસનીખેજ આરોપ મુકતા કહ્યું કે,કર્ણાટકના ભાજપના નેતા યેદિયુરપ્પાએ ભાજપના નેતાઓને 1800 કરોડ રૂપિયા આપ્યા છે. કોંગ્રેસે આ મુદ્દે તપાસની માગણી કરી છે.

કોંગ્રેસે કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા બી.એસ.યેદિયુરપ્પાની એક કથિત ડાયરીનો ઉલ્લેખ કરીને ભાજપ ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એક મેગેઝીનના અહેવાલને ટાંકીને આક્ષેપ કર્યો અને કહ્યું છે કે, 2017માં અનંત કુમાર અને યેદિયુરપ્પાની વાતચીતનું રેકોર્ડિંગ મીડિયા સામે આવ્યું હતું. તેમાં હજારો કરોડોના પેમેન્ટની વાત થઈ હતી. તેમાં એક ડાયરીનો પણ ઉલ્લેખ થયો હતો. આ ડાયરીમાં બીએસ યેદિયુરપ્પાના હસ્તાક્ષર પણ છે. યેદિયુરપ્પા કર્ણાટકના સીએમ હતા ત્યારે તેમણે ભાજપના અમુક મોટા નેતાઓને લાંચ આપી હતી. સુરજેવાલાએ કહ્યું કે ડાયરી મુજબ 2690 કરોડ રૂપિયાની માગણી થઇ હતી. પરંતુ યેદિયુરપ્પાએ ભાજપના ટોચના નેતાઓને 1800 કરોડ રૂપિયા આપ્યા હતા. આ ડાયરી હાલ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અને ઇડી સહિત તપાસ એજન્સીઓ પાસે પણ છે.

કોંગ્રેસે માગણી કરાવી કે વડાપ્રધાન મોદી અને ભાજપ સમગ્ર ઘટનાની તપાસ કરાવે. અને કહે કે આ વાત સાચી છે કે ખોટી? કોંગ્રેસે સવાલ કર્યો કે પીએમ મોદી જણાવે કે ભાજપના મોટા નેતાઓએ લાંચ લીધી હતી કે નહીં ? કોંગ્રેસેના આક્ષેપ પર ભાજપના નેતા યેદિયુરપ્પાએ આકરી પ્રતિક્રિયા આપી. યેદિયુરપ્પાએ કોંગ્રેસના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. અને કહ્યું કે માનહાનીનો કેસ ઠોકશે.

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના આક્ષેપોથી કર્ણાટક અને દિલ્હી બંને સ્થળોએ રાજકારણ ગરમાઇ ગયું છે. જાણકારોનું કહેવું છે કે કોંગ્રેસ આ મુદ્દાને કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન હથિયાર બનાવી શકે છે.

READ ALSO

Related posts

બેબી પ્લાન કરવા વિષે વિચારી રહ્યા છો, તો આ 5 વસ્તુઓને સંપૂર્ણપણે એવોઈડ કરો

Vishvesh Dave

ખતરાની ઘંટડી / શી જિનપિંગની તિબેટ મુલાકાત ભારત માટે જોખમી, અમેરિકાના સાંસદ આપી ચેતવણી

Zainul Ansari

ઘૂંટણ અને સાંધામાં રહે છે દુખાવો? તો તમારી જ આ 7 ખરાબ આદતો આજે જ છોડી દો, પછી થશે પસ્તાવો!

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!