GSTV
Home » News » કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફેબ્રુઆરીમાં ગુજરાત આવશે, 30મી સુધી લોકસભાના મૂરતિયાં થશે ફાયનલ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફેબ્રુઆરીમાં ગુજરાત આવશે, 30મી સુધી લોકસભાના મૂરતિયાં થશે ફાયનલ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફેબ્રુઆરી માસમાં ગુજરાત આવશે. રાહુલ ગાંધી 20થી 24 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરશે. તેઓ ઉત્તર ગુજરાત અથવા સૌરાષ્ટ્રમાંથી શરૂઆત કરશે. તેઓ જંગી ખેડૂત સભાને સંબોધન કરશે. સાથે જનમિત્રના સમેલનમાં પણ સંબોધન કરશે. આ ઉપરાંત તેઓ ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારો સાથે પણ સંવાદ કરશે. આ ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પંસદગી મામલે 28 થી 30 જાન્યુઆરી સુધી પ્રભારી રાજીવ સાતવ અમદાવાદમાં છે. 26 લોકસભાના ઉમેદવારોના નામની યાદીના લીસ્ટને આખરી ઓપ આપવામાં આવશે. લોકસભાની 26 બેઠકો માટે 65 જેટલા મુરતીયાઓની યાદી હાઈકમાન્ડને સોપવામાં આવશે. અને વિસ્તારના ધારાસભ્ય તાલુકા પ્રમુખ અને જિલ્લા પ્રમુખના અભિપ્રાય લેવામાં આવશે. ૩૦મી તારીખે પ્રભારી ગુજરાતના મુરતીયીઓની યાદી બંધ કવરમાં રાષ્ટ્રિય નેતુત્વને સોંપશે.

Related posts

ગુજરાત : શરૂઆતના ટ્રેન્ડમાં આ બેઠકો પર કોંગ્રેસ કરતાં ભાજપ આગળ, ગાંધીનગરમાં અમિત શાહ આગળ

Bansari

ગુજરાતમાં અભેદ સુરક્ષા વચ્ચે થશે મતગણતરી, જાણો અત્યાર સુધી કેવી છે સ્થિતિ ?

Arohi

આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

Arohi
Do NOT follow this link or you will be banned from the site!