GSTV
Home » News » રાહુલ ગાંધીએ ફરી કરી રફાલ કૌભાંડ વિશે પેટ ભરીને ટીકા વાંચો વિગતે

રાહુલ ગાંધીએ ફરી કરી રફાલ કૌભાંડ વિશે પેટ ભરીને ટીકા વાંચો વિગતે

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સંસદમાં રફાલનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે તેમણે દાવો કર્યો હતો કે જો અમે સત્તામાં આવીશું તો રફાલ કૌભાંડની તપાસ કરાવીશું અને જે પણ આરોપીઓ હશે તેને જેલમાં ધકેલીશું. દરમિયાન સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારામનને પણ રાહુલે આડેહાથ લીધા હતા અને દાવો કર્યો હતો કે નિર્મલા સિતારમને રફાલ મુદ્દે સંસદમાં લાંબુ એવુ ભાષણ આપ્યું જોકે તેમ છતા મે જે સવાલો રફાલ ડીલને લઇને ઉઠાવ્યા હતા તેમાંથી એક પણનો તેમણે જવાબ ન આપ્યો. એટલુ જ નહીં નિર્મલા સિતારામન અનિલ અંબાણીનું નામ પણ નહોતા લઇ શક્યા.

સુપ્રીમ કોર્ટમાં રફાલ સોદા મુદ્દે સરકારનું જુઠ પકડાયું હતું, જે બાદ સરકારે તેને સુધારવા માટે પણ અરજી કરી હતી. આ મામલે રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે સરકાર સુપ્રીમ કોર્ટમાં રફાલ સોદા મુદ્દે જુઠ બોલી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે લોકસભામાં જવાબ આપવો જોઇએ. કોંગ્રેસના નેતા મલ્લીકાર્જુન ખડગેએ લોકસભામાં રફાલનો મુદ્દો ઉઠાવ્યો હતો. જે દરમિયાન તેમણે આરોપ લગાવ્યો હતો તે પોતાના માણસને ફાયદો પહોંચાડવા માટે રફાલ ઓફસેટ પાર્ટનરનો કોન્ટ્રાક્ટ તેની કંપનીને પધરાવી દીધો. જ્યારે આ મામલે સત્ય બહાર આવતા સરકાર સુપ્રીમ કોર્ટમાં પણ જુઠ બોલી. જ્યારે રાહુલ ગાંધીનું ભાષણ ચાલી રહ્યું હતું ત્યારે તેમણે અનીલ અંબાણીના નામનો ઉપયોગ કર્યો હતો, જેને પગલે સ્પીકરે તેમને આ નામનો ઉપયોગ ન કરવા કહ્યું તો રાહુલે એએ એમ ટુંકા નામનો ઉપયોગ કર્યો હતો.

ખડગેએ જણાવ્યું હતું કે રફાલ સોદા મુદ્દે નરેન્દ્ર મોદી સંસદમાં આવીને બેસે અને ચર્ચામાં ભાગ લે. જ્યાંસુધી તેઓ અહીં આવીને અમારા સવાલોનો જવાબ નહીં આપે ત્યાં સુધી આ વિવાદ શાંત નથી પડવાનો. રફાલ સોદા મુદ્દે અમને ક્લિનચિટ મળી ગઇ છે તેવા દાવા સરકાર કરી રહી છે પણ હકીકતમાં એ ભુલી જાય છે કે રફાલ સોદા મુદ્દે સુપ્રીમ કોર્ટે કોઇ જ ક્લિનચિટ નથી આપી. સરકાર જુઠાણા ફેલાવી રહી છે. પહેલા સરકારે સુપ્રીમ કોર્ટને ગેરમાગ્રે દોરી અને બાદમાં કોર્ટ પાસેથી આ મામલે ક્લિનચિટ લેવાનો પ્રયાસ કર્યો હતો.

બાદમાં સંસદીય સમીતીને આ મામલે તપાસ સોપવાની માગણી વિપક્ષે કરી હતી, જેમા શીવસેના સહીતના પક્ષોએ પણ સાથ આપ્યો હતો. સંસદની બહાર પણ રાહુલે મીડિયા સાથે વાતચીત વેળાએ રફાલ મુદ્દો ઉઠાવ્યો હતો. અને દાવો કર્યો હતો કે અમે સત્તામાં આવીશું તો રફાલ સોદાના આરોપીઓને છોડીશું નહીં અને દરેકને સજા કરવામાં આવશે. સરકાર એ જણાવે કે રફાલ વિમાનની કિંમત ૫૨૬ હતી તેને વધારીને ૧૬૦૦ કરોડ કોણે કરી? કોને લાભ પહોંચાડવા મોંઘા ભાવે આ એરક્રાફ્ટ ખરીદાઇ રહ્યા છે? કેમ સંરક્ષણ પ્રધાન સંસદમાં અનિલ અંબાણીનું નામ નહોતા લેતા?

Related posts

PM મોદીને મળશે દુબઇનો સર્વોચ્ચ એવોર્ડ, વડાપ્રધાન 26 ઓગષ્ટથી ત્રણ દેશોનાં પ્રવાસે

Riyaz Parmar

મોદી સરકાર રાજ ઠાકરેને પણ નહીં છોડે, દેશના સૌથી મોટા કૌભાંડમાં આજે થઈ પૂછપરછ

Riyaz Parmar

ખીચોખીચ ભરેલા કોર્ટરૂમના કઠેડામાંથી ચિદમ્બરમ એવું બોલ્યા કે જજને પણ નહીં ગમ્યું હોય

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!