GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

સર્જીકલ સ્ટ્રાઇકનો ભાજપ ચૂંટણીના પ્રચારમાં ગેરલાભ ના ઉઠાવે તેની અગમચેતી રૂપે રાહુલ ગાંધીએ ભર્યું આ પગલું

પુલવામામાં કરાયેલા આતંકી  હુમલા અને ત્યાર પછી તેના પર રમાઇ રહેલા રાજકારણ પછી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સુરક્ષા અંગે પોતાના એક ટાસ્ક ફોર્સની રચના કરી હતી.

સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ ફોર્સનું નેતૃત્વ નિવૃત્તિ જનરલ ડી.એસ.હુડ્ડા કરશે જેઓ ભારતે ૨૦૧૬માં કરેલી સર્જીકલ સ્ટ્રાઇકમાં ભાગ લીધો હતો. તેમના નેતૃત્વ હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકીઓના લોંચપેડ પર હુમલો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ભારતે પાક.સ્થિત આતંકીઓના અડ્ડા પર સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી ત્યારે સરકાર અને ભાજપે તેનો બહુ પ્રચાર કર્યો હતો, પરંતુ જનરલ હુડ્ડાએ આ પધ્ધતીનો વિરોધ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે સર્જીકલ સ્ટ્રાઇક જરૂરી હતી અને એટલા માટે જ અમે તે કર્યું હતું. હવે આનો પ્રચાર ના થવો જોઇએ. જો કોઇ એમ માનતું હોય કે સર્જીકલ સ્ટ્રાઇક કરવાથી આતંકવાદ ખલાસ થઇ જશે તો તે એક મોટી ભુલ હશે.

હુડ્ડાની ટીમ સંરક્ષણ ક્ષેત્રના જાણીતા નિષ્ણાતો સાથે મળીને  એક વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરશે. આમ રાહુલ ગાંધીએ સર્જીકલ સ્ટ્રાઇકનો ભાજપ ચૂંટણીના પ્રચારમાં ગેર લાભ ના ઉઠાવે તેની અગમચેતી રૂપે પોતાના જ ફોર્સની રચના કરી દીધી.

Related posts

અગન વર્ષા: રાજસ્થાનના ચુરુમાં 50 ડિગ્રી તાપમાન સાથે તૂટ્યો ગરમીનો રેકોર્ડ, પૂર્વોત્તરમાં વરસાદનું રેડ એલર્ટ

Bansari

રૂપાણી સરકારને રાહત : કોરોનામાં દોડાદોડી અને સાવચેતી ફળી, તમે નહીં માનો પણ હવે આટલા જ છે એક્ટિવ કેસ

Harshad Patel

હવે આખી ગલવાન ઘાટી પર ચીને દાવો કર્યોઃ ભારતને દૂર રહેવાની ચેતવણી આપી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!