કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહી દીધું કે હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડશે

તો હાર્દિક પટેલ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટું નિવેદન કર્યું છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી જીતશે. આ પહેલા કોંગ્રેસની જન સંપર્ક રેલીમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસના શરણે આવ્યો છે. તેણે રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં હાર્દિકના સમર્થક પાટીદાર નેતાઓ અને પાસના કાર્યકરો રેલીમાં હાજર રહ્યા હતા. જોકે હાર્દિક એકલો જ કોંગ્રેસમાં જોડાયો છે.. તેની પાસની ટીમે આંદોલન ચાલુ રાખવાનો દાવો કર્યો છે.

પાટીદાર અનામત આંદોનની મુખ્ય ચહેરો બનેલો હાર્દિક પટેલ આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયો છે. જોકે, આ પહેલા પણ તેના પર કોંગ્રેસને સમર્થન કરવાના આક્ષેપો લાગી ચુક્યા છે. કોંગ્રેસ પાર્ટીને આશા છે કે હાર્દિકના પક્ષમાં જોડાવવાથી પાર્ટીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને સુરતમાં ફાયદો મળી શકે છે. પરંતુ કોંગ્રેસના કેટલાક નેતાઓ માને છે કે હાર્દિકના કોંગ્રેસ પ્રવેશથી કોંગ્રેસની પરંપરાગત વોટ બેન્કમાં ભાગલા પડશે અને બધુ સરભર થઇ જશે. અને કોંગ્રેસના દિલ્હીના નેતાઓ માને છે તેવો મોટો ફાયદો નહીં થાય.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter