GSTV
India ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીએ ભાજપના આ કદાવર નેતા કર્યા વખાણ, કહ્યું તેઓ જ છે સમજદાર વ્યક્તિ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે જણાવ્યું હતું કે ભાજપમાં નિતિન ગડકરી એક જ સમજદાર વ્યક્તિ છે તેઓ રફાલ, બેરોજગારી, ખેડૂતોની સમસ્યા અને બંધારણીય સંસ્થાઓને તોડવાની નીતિ અંગે નિવેદન આપે.

નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે જે પોતાનું ઘર સંભાળી ન શકે તે દેશને પણ ન સંભાળી શકે. રાહુલ ગાંધીએ આ વાતનો જવાબ આપ્યો હતો. રાહુલ ગાંધી પર વળતો હુમલો કરતા ગડકરીએ જણાવ્યું હતું કે તેમને તેમની હિંમત માટે રાહુલ ગાંધીના સર્ટિફિકેટની જરૃર નથી. તેઓ મિડિયાએ મારા નિવેદનને તોડી મચકોડીને રજૂ કર્યા તેનો લાભ લઈ સરકારને બદનામ કરે છે.

રાહુલ ગાંધીએ નાટયાત્મક રીતે ગડકરીનો આભાર માની તેઓ એક જ ભાજપમાં સમજદાર વ્યક્તિ છે તેમ જણાવ્યું હતું.

ગડકરીએ ટ્વિટર પર જવાબ આપ્યો હતો કે રાહુલજી, તમારા સર્ટિફિકેટની જરૃર નથી. તમે રાષ્ટ્રીય પક્ષના અધ્યક્ષ હોવા છતાં ય મિડિયાના મરોડીને રજૂ કરેલા નિવેદનોનો ઉપયોગ કરો તે આશ્ચર્યની વાત છે.

ઉલ્લેખનીય છે કે ગડકરીએ તાજેતરમાં ભાજપની નેતાગીરી સામે કરેલા નિવેદનો અંગે કોંગ્રેસના નેતાઓએ તેમના વખાણ કર્યા હતા.

કોંગ્રેસના પ્રવકતા મનિષ તિવારીએ ગયા સપ્તાહે ‘વચન નહીં પાળનાર નેતાઓને લોકો મારશે’ તેવા ગડકરીના નિવેદનના વખાણ કર્યા હતા અને ગડકરીને વડાપ્રધાનને નિશન બતાવ્યાનું જણાવ્યું હતું.

ડિસેમ્બરમાં ગડકરીએ પક્ષના પરાજયની જવાબદારી ઉચ્ચ નેતાગીરીએ લેવી જોઈએ તેવું નિવેદન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્રજાસત્તાક દિનની પરેડમાં રાહુલ ગાંધી અને ગડકરી પહેલી હરોળમાં નજીક નજીક બેઠા હતા ત્યારે બંને વાતો કરતાં નજરે પડયા હતા અને એકબીજાને નોંધ આપતા હતા.

Related posts

‘અમારા માટે ED-CBI, મોદીજીના ‘મેહુલ ભાઈ’ માટે ઈન્ટરપોલમાંથી રાહત!’, કેન્દ્ર પર ખડગેનો શાબ્દિક હુમલો

Kaushal Pancholi

અંબરનાથ/ શિવમંદિર ફેસ્ટીવલમાં ક્ષમતા કરતા વધુ લોકો ભેગા થતા વ્યવસ્થાઓ પડી ભાંગી : ધક્કામુક્કી થતા ૧૧ ઘાયલ

Padma Patel

શું વિકાસની ફક્ત ગુલબાંગો? ગુજરાતના 23 જિલ્લાઓેમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોમાં થયો વધારો, અત્યાધુનિક ગુજરાતની વાતો પાંગળી

pratikshah
GSTV