GSTV
Home » News » રાહુલનો આકરો પ્રહાર: મારી સામે લખનારા પત્રકારોની ધરપકડ થાય તો મીડિયામાં સ્ટાફની અછત સર્જાશે

રાહુલનો આકરો પ્રહાર: મારી સામે લખનારા પત્રકારોની ધરપકડ થાય તો મીડિયામાં સ્ટાફની અછત સર્જાશે

krk Rahul Gandhi

ઉત્તર પ્રદેશનાં સીએમ યોગી આદિત્યનાથ વિરૂદ્ધ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરનાર પત્રકારની ધરપકડ બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ છે કે, જો મારી સામે લખનારા પત્રકારો પર પણ સરકાર આવી જ કાર્યવાહી કરે તો મીડિયા હાઉસમાં સ્ટાફની અછત સર્જાય જશે.

વ્યંગ કરતા કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતુ કે, મારી સામે બોગસ આરોપો મુકીને, RSS તેમજ BJPના એજન્ડા ચલાવનારા પત્રકારોને પણ જેલમાં ધકેલી દેવાય તો અખબારો અને ચેનલોમાં પત્રકારોની અછત થઈ જશે. યુપીના મુખ્યમંત્રીનુ વલણ મૂર્ખામીભર્યુ છે. પકડાયેલા પત્રકારને તરત જ છોડી દેવો જોઈએ.

જણાવી દઈએ કે, યુપી સીએમ યોગી આદિત્યનાથ સામે પોસ્ટ મુકનારા પત્રકાર પ્રશાંત કનૌજિયાની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ ઘટનાનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. એ પછી ગોરખપુરમાંથી પણ યોગી સામે આપત્તિજનક ટિપ્પણી કરનાર પીર મહોમ્મદ અને ધર્મેન્દ્ર ભારતી નામના વ્યક્તિઓને પોલીસે ઝડપી પાડ્યા છે.

પત્રકારની યુપી પોલીસે કરેલી ધરપકડ બાદ એક ન્યૂઝ ચેનલે તેના પર ડિબેટ કરી હતી. પોલીસે આ ન્યૂઝ ચેનલના હેડ અને સંપાદકની પણ ધરપકડ કરી હતી. જો કે સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લઇ સુપ્રિમ કોર્ટે યુપી સરકારનો ઉધડો લીધો હતો. તેમજ બંધારણનો હવાલો ટાંકીને જણાંવ્યું કે, તમે લોકશાહી દેશમાં જીવો છો, મનમાની ચલાવી શકો નહિં. તેથી તુરત જ પત્રકારને મુક્ત કરવામાં આવે.

READ ALSO

Related posts

કર્ણાટક મુદ્દે સુપ્રીમે જે સુનાવણી આપી તેનાથી કુમારસ્વામી ખુશખુશાલ થઈ જશે

Mayur

શું તમે જાણો છો ચંદ્ર પર પહોંચતા ચંદ્રયાનને કેટલા દિવસ લાગવાના છે ?

Mayur

જ્યારે શીલા દીક્ષિતની આંખ સામે ઊડી ગયા હતા કારના ફુરચા, ડ્રાઇવરના એક નિર્ણયથી બચ્યો હતો જીવ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!