કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારથી મેઘાલયમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી રહ્યા છે. રાહુલ ગાંધી ગુજરાત બાદ મેઘાલયમાં અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે. રાહુલ અહીં ધાર્મિક સંસ્થાનનોના અધ્યક્ષ સાથે બેઠક કરશે.
મેઘાલયમાં ચૂંટણીના પડઘમ વચ્ચે કોંગ્રેસ રણનીતિ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે સજજ બની છે.
મેઘાલયમાં 60 વિધાનસભા બેઠક માટે 27 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે. ચૂંટણી પ્રચાર દરમ્યાન રાહુલ ગાંધી મેઘાલય કોંગ્રેસના કાર્યકરો અને હોદેદારો સાથે મુલાકાત કરશે. જે બાદ રાહુલ સંગીત કાર્યક્રમમાં પણ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.