GSTV

સોનિયા ગાંધી બગડ્યા : આ રાજ્યની પ્રદેશ કમિટી જ રદ કરી દીધી, નેતાઓને ખેંચતાણ ભારે પડી

Last Updated on January 22, 2020 by Karan

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી(Congress President Sonia Gandhi)એ પંજાબ કોંગ્રેસ કમિટી ભંગ કરી દીધી છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ જાહેર કરેલા આદેશમાં લખ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષે પંજાબની કોંગ્રેસ કમિટી અને જીલ્લા કોંગ્રેસ કમિટીનાં તમામ પદાધિકારીઓ અને એક્ઝીક્યૂટિવ કમિટીને તત્કાલિક ધોરણે પદથી દૂર કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, સોનિયા ગાંધીએ આ નિર્ણય રાજ્યના મુખ્યમંત્રી અમરિંદર સિંહ સાથે મુલાકાત કર્યાના બીજા જ દિવસે લીધો છે. આ બંને નેતાની સોમવારે મુલાકાત થઈ હતી. હાલમાં જ પાર્ટીના નેતા પ્રતાપ સિંહ બાજવા તરફથી મુખ્યમંત્રી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી પર ચર્ચા કરવામાં આવી હતી.

કોંગ્રેસ નેતા પ્રતાપ સિંહ બાજવાએ હાલમાં જ અમરિંદર સિંહ વિરુદ્ધ વિદ્રોહી વલણ અપનાવ્યું હતું અને તેમના મુખ્યમંત્રી કાળના શાસન પર અનેક સવાલો પણ કર્યા છે. પંજાબ કેબિનેટની હાલમાં મળેલી બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી, જ્યાં બાજવાની ટિપ્પણી પર નેતાઓ વાંધો ઉઠાવ્યો હતો.

આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ અધ્યક્ષ સાથે મળેલી આ બેઠકમાં રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સુનિલ ઝાખડ અને રાજ્યના એઆઈસીસી પ્રભારી આશા કુમારી પણ હાજર રહ્યા હતા.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!