કોંગ્રેસના અધ્યક્ષ પદે કોણ બિરાજશે તે ચૂંટણી દ્વારા આગામી મેં મહિનામાં નક્કી કરવામાં આવશે. શુક્રવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં જાહેરાત કરવામાં આવી હતી કે મે મહિનામાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી થશે. આ વર્ષે થનાર વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ પાર્ટી સંગઠનની ચૂંટણી કરશે. જેમાં અધ્યક્ષ પદની ચૂંટણી સૌથી વધુ મહત્વની માનવામાં આવે છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની વડપણમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી.

ઉઠતી રહી છે બિન-ગાંધી પરિવારના અધ્યક્ષની માંગ
જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2019 બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું હતું. ત્યારબાદ, સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદની કમાન સાંભળી હતી. કોંગ્રેસમાં લાંબા સમયથી ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે રાહુલ ગાંધીની ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ પદે બિરાજી શકે છે. જોકે, અનેકવાર અધ્યક્ષ ગાંધી પરિવારની બહારના નેતાને બનાવવાની માંગ પણ ઉઠતી રહી છે.
સોનિયા ગાંધીએ સાધ્યું મોદી સરકાર પર નિશાન
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના સંબોધનમાં મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે મોદી સરકારે સંવેદનહીનતા અને અહંકારની તમામ હદો વટાવી દીધી છે. ખેડૂત આંદોલનને લઈને સોનિયા ગાંધીએ જણાવ્યું કે આ કાયદાઓને સરકારે ઉતાવળમાં પસાર કરી દીધા છે.

કૃષિ કાયદાઓ ખાદ્ય સુરક્ષા સામે સવાલ
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ કહ્યું કે સંસદમાં કૃષિ કાયદાઓને યોગ્ય રીતે સમજવાની તક જ ન આપી અને આવે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સોનિયા ગાંધીએ કહ્યું કે પહેલા જ આ કાયદાઓનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આ કાનૂન એમએસપીથી લઈને ખાદ્ય સુરક્ષા સુધી તમામ પર સવાલ ઉભા કરે છે.
રાષ્ટ્રીય સુરક્ષા પર સોનિયા ગાંધીનું નિવેદન
પોતાના સંબોધનમાં સોનિયા ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા એક ગંભીર વિષય છે, ગત દિવસોમાં જે ગોપનીય માહિતી લીક થવાનો મામલો સામે આવ્યો છે તે એક ગંભીર મુદ્દો છે જેના પર સરકાર મૌન સાધીને બેઠી છે.
સંગઠનની ચૂંટણી પર પણ ધ્યાન આપવું જોઈએ
સોનિયા ગાંધીએ કોરોના વેક્સિનેશન અભિયાન પર કહ્યું કે અમને આશા છે કે સમગ્ર પ્રક્રિયા યોગ્યરીતે પૂરી થશે. કોરોના સંકટ દરમ્યાન સરકારની ખોટી નીતિઓએ ઘણું નુકશાન કર્યું છે. વધુમાં સોનિયા ગાંધીએ જણાવ્યું કે હવે આપણે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ કરવી છે તો સંગઠનની ચૂંટણી પર પણ ધ્યાન આપવું જોઈએ.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- શેરબજારમાં કડાકો: રોકાણકારોની સંપતિમાંથી 5.37 લાખ કરોડનું ધોવાણ, રૂપિયો 103 પૈસા તૂટીને 73.47 ઊતરી આવ્યો
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે