રાજકોટમાં કોંગ્રેસ પ્રમુખ અને કલેક્ટર આવી ગયા આમને-સામને, બહાર નિકળ કહ્યું તો થયા ગુસ્સે

રાજકોટ-કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ. કુબલિયાપરા વિસ્તારના રહિશોની રજૂઆત સમયે ચાલુ વિડીયો કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતા ઘૂસી જતાં કલેક્ટર લાલઘૂમ થયા હતા. જે બાદ પોલીસે કોંગ્રેસના નેતાઓને બહાર કાઢ્યા હતા. અશોક ડાંગરે કલેક્ટરને બહાર આવવા માટે કહ્યું જે બાદ કલેક્ટરે ગુસ્સામાં આવી તમામ નેતાઓને બહાર કાઢ્યા હતા. જો કે કોંગ્રેસના પૂર્વ MLA ઈન્દ્રનિલ રાજ્યગુરુ પણ હાજર હતા. તમામ માથાકૂટ બાદ રાજ્યગુરૂએ મામલો શાંત પાડવાની કોશિ કરી હતી.

જો કે આજે સવારે પણ કુંબલિયાપરા વિસ્તારના લોકો CM રૂપાણીને રજૂઆત કરવા જતાં હતા તે દરમિયાન લાઠિચાર્જ કરાયો હતો. તો આગેવાન અને કોંગ્રેસના MLA વશરામ સાગઠિયાની અટકાયત કરાઈ હતી. જો કે મહિલાઓના વિરોધ બાદ સાગઠિયાને પરત લાવવામાં આવ્યા હતા. ત્યારે દિવસ કોંગ્રેસ આ મુદ્દા સાથે રાજકોટમાં હલ્લો મચાવતી રહી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter