કોંગ્રેસે સંસદમાં ડુંગળીની વધતી કિંમતને લઈને ચર્ચાની માગ કરી હતી. જે અંતર્ગત કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી નોટિસ આપીને ડુંગળીની કિંમત પર ચર્ચા કરાવવાની માગ કરી હતી. ત્યારે અધીર રંજને ડુંગળીની કિંમત પર સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા હતા.

જો કે અધીર રંજન જેવા જ બોલવા ઊભા થયા કે તે સાથે જ ભાજપના સાંસદોએ તેમનો વિરોધ કર્યો હતો અને જ્યાં સુધી પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અંગેના ઘૂસખોરના નિવેદન અંગે માફી ન માગે ત્યાં સુધી તેઓને નહીં બોલવા દેવામાં આવે તેમ જણાવ્યું અને ભારે હોબાળો થયો હતો.

ડુંગળીની કિંમતને લઈને આપ દ્વારા પર સરકારને ઘેરવાના પ્રયાસ કરાયા હતા. દેશના અનેક શહેરોમાં ડુંગળી 80થી 100 રૂપિયા કિલોએ વહેંચાઈ રહી છે. જનતા મોંઘવારીનો માર સહન કરી રહી છે અને વિપક્ષ સરકાર પ્રહાર કરી રહી છે. ડુંગળીના વધતા ભાવોને લઈને કોંગ્રેસ સતત મુદ્દો બનાવી રહી છે અને મોદી સરકાર પર પ્રહારો કરી રહી છે.
READ ALSO
- પાણી માટે સરહદી વિસ્તારના ખેડૂતોએ નર્મદા નિગમની ઓફિસમાં ધામા નાખ્યા
- ઠંડીની ઋતુમાં તલનાં સેવનથી મળે છે શરીરને ઉર્જા, જાણો તેનાં ગુણકારી ફાયદા
- થરુરે કહ્યું કે જો આ બિલ પાસ થશે તો ગાંધીના વિચારો પર જિન્નાહના વિચારોની જીત થશે
- યુવાનની મૂંછ મૂંડાવવાના આરોપીઓને પોલીસે ગુફામાથી ઝડપી પાડ્યા
- સાધ્વી પ્રાચીનું વિવાદિત નિવેદન, દેશમાં બળાત્કાર અને આતંકવાદ માટે આ પરિવારને ગણાવ્યો જવાબદાર
સાધ્વી પ્રાચીનું વિવાદિત નિવેદન, દેશમાં બળાત્કાર અને આતંકવાદ માટે આ પરિવારને ગણાવ્યો જવાબદાર