GSTV

આજથી કોંગ્રેસની પ્રતિજ્ઞા યાત્રાનો પ્રારંભ: બારાબાંકીથી શરૂઆત, ત્રણ પ્રતિજ્ઞા યાત્રાઓનું એલાન કરશે મહાસચિવ પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ

Last Updated on October 23, 2021 by Bansari

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી આજથી પ્રતિજ્ઞા યાત્રા શરૂ કરવા જઈ રહી છે. લખનઉ પાસે બારાબંકીમાં પ્રભારી પ્રિયંકા ગાંધી પ્રતીજ્ઞા યાત્રાને લીલી ઝંડી બતાવીને રવાના કરાવશે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજયકુમાર લલ્લુ પણ આ પ્રસંગે હાજર રહેશે. બારાબંકી સિવાય આજથી સહારનપુર અને વારાણસીમાં પણ કોંગ્રેસ પ્રતીજ્ઞા યાત્રાનો પ્રારંભ કરાવશે. યાત્રા શરૂ કરાવતા પહેલા પ્રિયંકા ગાંધીએ નોકરીઓ, શિક્ષણ અને મહિલા અનામત તેમજ મફત શિક્ષણ જેવા મુદ્દાઓની જાહેરાત કરી હતી. 23 ઓકટોબરથી એક નવેમ્બર સુધી પ્રતીજ્ઞા યાત્રા ચાલશે.

કોંગ્રેસ

કોંગ્રેસની નજર ખાસ કરીને મહિલા મતદાતાઓ પર

યુપી ચૂંટણીને લઈ પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રસે સંપૂર્ણ એડીચોડીનું જોર લગાવી દીધું છે. પ્રિયંકા ગાંધી ત્રણ પ્રતિજ્ઞા યાત્રાને લીલી ઝંડી બતાવશે. પોતાની જૂની વોટ બેંકને પરત કરવા તેમજ કોંગ્રેસની નજર ખાસ કરીને મહિલા મતદાતાઓ પર પણ છે. પ્રિયંકા ગાંધી સતત એ મેસેજ આપવાનો પ્રયાસ કરી રહી છે કે, યોગી સરકાર વિરુદ્ધ વિપક્ષની અસલી ભૂમિકા કોંગ્રેસ કરી રહી છે. તાજેતરમાં વારાણસીમાં મોટી રેલી યોજી કોંગ્રેસે એ સાબિત કરી દીધું કે, તેની શક્તિ પરત ફરી રહી છે. કોંગ્રેસની પ્રતિજ્ઞા યાત્રાનો પ્રથમ રૂટ વારાણસીથી શરૂ થઈ રાયબરેલીમાં સમાપ્ત થશે. જેમાં ચંદોલી, સોનભદ્ર. મિરઝાપુર, પ્રયાગરાજ, અમેઠી જિલ્લા સામેલ છે.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!