GSTV
ANDAR NI VAT Trending

2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસે ખેલ્યું દલિત કાર્ડ

આ વર્ષે ઉત્તરપ્રદેશમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં પરાજય બાદ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનું અધ્યક્ષ પદ ખાલી હતું. ત્યારે હવે જાલૌનના રહેવાસી અને એક સમયે બસપા સુપ્રીમો માયાવતીના નજીક રહેલા બૃજલાલ ખબરીને યુ.પી. કોંગ્રેસનાં પ્રમુખ બનાવવામાં આવ્યાં છે. આ બાબતે રાજનૈતિ વિશેષજ્ઞોનું માનવું છે કે યુ.પી.માં દલીત નેતાને અધ્યક્ષ બનાવીને કોંગ્રેસની નજર માયાવતીની વોટબેંક ઉપર છે.

બૃજલાલ ખબરી જાટવ સમુદાયમાંથી આવે છે અને જાટવ વોટર્સ ઉપર બસપાની પકડ ખૂબ જ મજબૂત છે. યુ.પી.ના દલિત સમુદાયમાં જાટવ વોટર્સ જનસંખ્યાનાં 50 થી 55 ટકા છે. આથી માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ 2024ની સામાન્ય ચૂંટણીની નવી રણનિતી હેઠળ એક પછી એક નિર્ણય કરી રહી છે. જેમા દલિત નેતાઓને પાર્ટીમાં સામેલ કરીને જીત હાંસલ કરી શકે. સેંટર ફોર ધ સ્ટ્ડી ઓફ ડેવલપિંગ સોસાયટી અનુસાર વર્ષ 2017માં બી.એસ.પીને 65 ટકા મતો જાટવે આપ્યા હતા. આથી કોંગ્રેસ દૂધથી દાઝેલી કોંગ્રેસ છાસ પણ ફૂંકી ફૂકીને પીતી હોય એવું લાગી રહ્યું છે.

Related posts

કિમ જોંગ- ઉનનું સ્વરૂપ તમે ક્યારેય નહીં જોયું હોય, આ રીતે મેળવે છે વિકૃત આનંદ

Padma Patel

ગુજરાત ચૂંટણી / AAPના ઉમેદવાર કથીરિયાએ ભાજપના કાનાણીના આશીર્વાદ લઈને કર્યું મતદાન, કાકા કે ભત્રીજો કોણ મારશે બાજી

Hardik Hingu

હેલ્થ/ શિયાળાની ઠંડી ઋતુમાં શ્વસન રોગની સમસ્યાથી છો થઇ ગયા છો પરેશાન?, શરદી કફને દૂર કરવા માટેના આ છે સરળ ઉપાયો

Siddhi Sheth
GSTV