GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

દિલ્હી હિંસાના રાજકારણનું એપી સેન્ટર બનશે ગુજરાત, ગાંધી પરિવાર સહિત કોંગ્રેસના કદાવર નેતા નાખશે ધામા

12મી માર્ચના રોજ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાત આવીને દાંડીયાત્રા યોજી શકે છે. દેશમાં બનેલી હિંસાની ઘટનાઓ સામે કોંગ્રેસ ગાંધીજીનો અહિંસાનો સંદેશ આપશે. તો રાહુલ ગાંધી સાથે આ દાંડિયાત્રામાં રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી પણ જોડાઇ શકે છે. આ દાંડીયાત્રા કોંગ્રેસના ઇતિહાસમાં સૌથી મોટી દાંડીયાત્રા હોય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. નોંધનીય છેકે દિલ્હી ખાતે મળેલી કોંગ્રેસના નેતાઓની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

યાત્રામાં કોણ કોણ હશે ?

આ યાત્રામાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનીયા ગાંધી અને કોંગ્રેસ શાસિત રાજ્યના સીએમને આમંત્રણ આપવામાં આવી રહ્યુ છે. 12 માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધીની કૂચ કરવામાં આવશે. જે રૂટ પર ગાંધીજીએ યાત્રા કાઢી હતી તે જ રૂટ પર આ યાત્રા નીકળશે.

ભાજપની દુખતી રગ દાબશે

કોંગ્રેસ કોઈ પણ સંજોગોમાં દિલ્હી હિંસાનો મામલો છોડવા માગતી નથી. ભાજપ પાસે આ દુખતી નસ છે. મોદીએ આજે તમામ કેબીનેટ મંત્રીઓની બોલાવેલી બેઠક સામે કોંગ્રેસના સાંસદોની પણ બેઠક ચાલી રહી છે. ગઈકાલે કોંગ્રેસના કદાવર નેતા અધિર રંજનના ઘર પર હુમલો થયો છે. જેના સ્ટાફને પણ માર મરાયો છે. કોંગ્રેસ ભાજપને ઘરમાં ઘેરવા માટે ગુજરાતમાં જ મોદી અને અમિતશાહને ઘેરવા માટે પ્લાન ઘડ્યો છે. જે અંતર્ગત ગુજરાતમાં દાંડીકૂચ યાત્રા કાઢશે. જેમાં હિંસાની સામે અહિંસાનો સંદેશ આપશે. આ યાત્રામાં કોંગ્રેસના તમામ કદાવર નેતાઓ સાથે રાજ્યોના સીએમ પણ હાજર રહેશે. એવું બને કે વિપક્ષ પણ હાજર રહે.

ભાજપ મુકાશે વધુ ભીંસમાં

રાહુલ ગાંધી આ મામલે સક્રિય થયા છે. ગાંધી પરિવાર 12મી માર્ચના રોજ ગુજરાત આવી શકે છે. દિલ્હી હિંસા સામે કોંગ્રેસની અહીંસા યાત્રા નીકળી તો ભાજપ વધુ ભીંસમાં મૂકાશે. કોંગ્રેસ દિલ્હી હિંસાના મામલે અમિત શાહનું રાજીનામું માગી રહી છે. જે પ્રેશર ઉભુ કરવા માટે ગુજરાતમાં જ દબાણ વધારશે. કોંગ્રેસે મોદી અને શાહને ગુજરાતમાં ઘેરવા માટે કરેલું પ્લાનિંગ કેટલું સફળ રહેશે એ તો સમય બતાવશે પણ હાલમાં આ મામલે રાજનીતિ ગરમાઈ ગઈ છે.

READ ALSO

Related posts

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, પ્રોહીબિશન કેસમાં ઝડપાયેલી મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Nilesh Jethva

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva

લોકડાઉન : અમદાવાદ શહેરમાં કોન્ડોમના વેચાણમાં ૧૦૦ ટકાનો ઉછાળો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!