GSTV

કોંગ્રેસે ભાજપને પછાડવા અને નરહરિ અમિનને ઘરભેગા કરવા ઘડી આ રણનીતિ, ભાજપની ઊંઘ ઉડી જશે

રાજ્યસભાની બન્ને બેઠક જીતવા કોંગ્રેસ હાઈકમાન્ડે મહત્વની રણનીતિ અપનાવી છે. વોટિંગ સમયે જૂથવાદ સપાટી પર ન આવે તે માટે કોંગ્રેસે પ્લાન તૈયાર કર્યો છે. શક્તિસિંહ ગોહિલને જીતાડવાની જવાબદારી ભરતસિંહ સોલંકીને જવાબદારી સોંપાવમાં આવી છે. જ્યારે કે, ભરતસિંહ સોલંકીને ચૂંટણીમાં જીતાડવાની જવાબદારી ગુજરાત કોંગ્રેસને શિરે મુકાઈ છે. ત્યારે ચૂંટણીની અંતિમ ક્ષણે હજુ કોંગ્રેસ વધુ ન તૂટે તે માટે કોંગ્રેસ ધ્યાન રાખી રહી છે. કોંગ્રેસને જીતવા માટે 3 વોટની જરૂર છે. જેમાં બીટીપીના 2 અને એનસીપી કાંધલ જાડેજા મત ન આપે તો ડીસક્વોલિફાઈડ કરાવવા માટે પ્રયત્ન કરશે. આ સમયે જિગ્નેશ મેવાણીનો વોટ મળે તો કોંગ્રેસ પાસે 2 સીટો જીતવાની તક છે. આ સમયે કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય ક્રોસ વોટિંગ કે હવે રાજીનામું ન આપે માટે કોંગ્રેસને જવાબદારી સોંપાઈ છે. હાઈકમાન્ડ સારી રીતે જાણે છે કે, ભરતસિંહ પાસેથી ટિકિટ પરત લેવાશે તો કોંગ્રેસ વધુ તૂટશે પણ હવે ભરતસિંહના કૌટુબિક ભાઈ અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને ભરત સિંહને જીતાડવાની જવાબદારી સોંપી કોંગ્રેસે એક કાંકરે ઘણા પક્ષીઓ માર્યા છે. હવે કોંગ્રેસ તૂટે તો ભરતસિંહને નુક્સાન જવાની સંભાવના હોવાથી ચાવડા અને ભરતસિંહ ધારાસભ્યોને સાચવવા માટે પૂરતી તૈયારી કરી રહ્યાં છે. ક્રોસ વોટિંગના ડરે શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા અને શૈલેષ પરમાર વિઘાનસભા પહોંચ્યા હતા. જ્યાં વિધાનસભા નાયબ સચિવ એ બી કરોવા સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ પાસે હજુ પણ નરહરિ અમિનનને ઘરભેગા કરી ભાજપની આબરૂની ધૂળધાણી કરવાની તક છે. ફક્ત તેઓએ સંગઠિત થઈને કામગીરી કરવાની છે.

ચૂંટણીમાં કોને મત આપવો એ બીટીપીની કોર કમિટિ નક્કી કરશે

ગુજરાતમાં રાજ્યસભાના ગણિતો બદલાઈ શકે છે. હાલમાં 3 બેઠકો જીતવાના દાવા કરતી રૂપાણી સરકારને ઝાટકો લાગી શકે છે. હવે જો આ પાર્ટીએ ટેકો ન આપ્યો તો નરહરી અમીનનું જીતવું મુશ્કેલ બની જશે. અથવા ભાજપે વધુ ધારાસભ્યો કોંગ્રેસના તોડવા પડશે. હાલમાં બીટીપીને મનાવવા માટે કોંગ્રેસ આકાશ પાતાળ એક કરી રહી છે. આ સમયે રાજ્યસભાની ચૂંટણી પહેલા બીટીપીના મહેશ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, અમને સરકારના કામથી સંતોષ નથી. ચૂંટણીમાં કોને મત આપવો એ બીટીપીની કોર કમિટિ નક્કી કરશે. આગામી ૨૪મી તારીખે કોર કમિટિની બેઠક મળવાની છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે પહેલાં અહેમદ પટેલને મત આપ્યો હતો. અત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓનો સંપર્ક કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે, સીએમ રૂપાણીએ દાવો કર્યો હતો કે, બીટીપી ભાજપના સમર્થનમાં મતદાન કરશે. જોકે, આ દાવાને મહેશ વાસાવામાં ફગાવ્યો છે.

કોંગ્રેસ
 • જીત માટે જરૂરી છે 36 વોટ
 • કોંગ્રેસ પાસે છે 68+1 એટલે કે 69 વોટ
 • કોંગ્રેસનો આશાવાદ, બંને સીટ પર મળશે જીત
 • 2017 ચૂંટણીમાં BTP સાથી પક્ષ હોવાથી આપશે મત
 • NCP સાથે પણ છે ગઠબંધન
 • NCP હાઈ કમાન્ડ કાંધલ જાડેજાને આપશે વિપ
 • વિપ વિરુધ મતદાન કરશે તો થશે ડિસ્ક્વોલિફાઈ
 • જો ગેર હાજર રહેતો પણ થશે કોંગ્રેસને ફાયદો
 • હાલમાં કોંગ્રેસને 2 સીટ માટે જરૂર છે 72 વોટની તેની પાસે છે 69 મત
 • ભાજપને 3 સીટ માટે જરૂર છે 108 મતની હાલમાં બીજેપી પાસે છે 103 મત જો BTP + NCP બીજેપી સાથે રહે તો ભાજપ નું સંખ્યાબળ થાય 106 તો પણ ભાજપને જરૂર છે 2 વોટની
 • આ રણનીતિ પર ચાલી રહ્યું છે કોંગ્રેસ

કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ

રાજ્યના સીએમ વિજય રૂપાણીએ રાજ્યસભાની ચૂંટણી અંગે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર નક્કી છે. કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ છે. જેથી કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈ જયપુર ગઈ છે. કોરોનાની દહેશત વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યો રિસોર્ટમાં ધુબાકા મારી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, રાજ્યસભામાં ભાજપના ત્રણેય ઉમેદવારની જીત નક્કી છે. કોંગ્રેસ કહે છે કે, ભાજપના ધારાસભ્યો કોંગ્રેસમાં ભળવાના છે. કોંગ્રેસમાં કલેહના કારણે આ પ્રકારના જુઠ્ઠા પ્રચાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે જયપુર ગયેલા કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં ભળી શકે છે. તો વળી છોટુ વસાવાની પાર્ટી પણ ભાજપને મત આપશે. તો અમિત ચાવડાએ દાવો કર્યો છેકે બીટીપીએ સમાન વિચારો ધરાવતી પાર્ટી છે. 2017થી અમારો સાથીપક્ષ છે. જે અમારી સાથે જ રહેશે.

રાજ્યસભા

જયપુરને બદલે ધારાસભ્યોને છત્તીસગઢ ખસેડાશે

રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજસ્થાનના જયપુર લઈ જવાયેલા ગુજરાતના કોંગી ધારાસભ્યોને છત્તીસગઢ લઈ જવામાં આવે તેવી શક્યતા છે..જયપુરમાં રહેલા તમામ ધારાસભ્યોને છત્તીસગઢ ખસેડવામાં આવશે.તેમ મનાય છે..ગુજરાતના સહપ્રભારી જીતેન્દ્ર બધેલને આ જવાબદારી સોંપાઈ છે.  આ પહેલા કોંગ્રેસની બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યોને વિશ્વાસ અપાવ્યો હતો કે પહેલી પ્રાથમિકતા શક્તિસિંહ ગોહીલને જ આપવામાં આવશે. કોંગ્રેસના પાંચ જેટલાં ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં છે ત્યારે વધુ ધારાસભ્યો ન તૂટે તે માટે તેઓને જયપુર ખાતે એક રિસોર્ટમાં રાખવામાં આવ્યાં છે. ત્યારે હવે આ રિસોર્ટ બદલવામાં આવે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે.

Related posts

Bank Holiday: નવેમ્બરમાં 15 દિવસ બંધ રહેવાની છે બેન્કો, આ તારીખોમાં જ પતાલી લો તમારા મહત્વના કામ

Bansari

સુશાંતના મિત્રએ બોમ્બે હાઈકોર્ટમાં કરી અરજી, દિશા સાલિયાન કેસમાં CBI તપાસની કરી માગ

Mansi Patel

મહેશ-નરેશની બેલડીને પણ મોદી ના ભૂલ્યા, પીએમે અર્પી શ્રદ્ધાંજલી- પરિવારને સાંત્વના પાઠવી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!