GSTV
Home » News » અસમ અને ગુજરાતના મુખ્યમંત્રીને જગાડ્યા : હવે પીએમને જગાડીશું

અસમ અને ગુજરાતના મુખ્યમંત્રીને જગાડ્યા : હવે પીએમને જગાડીશું

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસને સરકાર રચવામાં સફળતા મળ્યા બાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ખેડૂતોના મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સતત પ્રહારો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે કોંગ્રેસે આસામ અને ગુજરાતના મુખ્યપ્રધાનોને જગાડી દીધા છે. પરંતુ વડાપ્રધાન હજી પણ સુતેલા છે. કોંગ્રેસ તેમને પણ જગાડશે. આસામમાં સરકારે ખેડૂતોના કર્જ અને ગુજરાતમાં વીજળીના બિલ માફ કર્યા છે. આસામની ભાજપની સરકારે ખેડૂતોને રાહત આપતા 600 કરોડ રૂપિયાના કૃષિલક્ષી કર્જ માફ કરવાની મંજૂરી આપી છે. જેના કારણે આસામના આઠ લાખ ખેડૂતોને ફાયદો થશે.

આસામ સરકારના પ્રવક્તા અને સંસદીય મામલાના પ્રધાન મોહન પટવારીએ કહ્યુ છે કે યોજના હેઠળ સરકાર ખેડૂતોને 25 ટકા સુધી ખાતામાં નાખશે. તેની મહત્તમ મર્યાદા 25 હજાર રૂપિયા છે. તો ગુજરાતની ભાજપની સરકારે મંગળવારે ગ્રામીણ વિસ્તારોમાં હેતા છ લાખ ગ્રાહકોના 625 કરોડ રૂપિયાની વીજળીના બાકી બિલો માફ કર્યા છે. વન ટાઈમ સેટલમેન્ટ યોજના હેઠળ આ લેણાની રકમ માફ કરવામાં આવી છે.

ઓડિશામાં ખેડૂતોને કર્જમાફી આપવાનો વાયદો કર્યો

ભાજપે કોંગ્રેસની તર્જ પર ઓડિશામાં ખેડૂતોને કર્જમાફી આપવાનો વાયદો કર્યો છે. મહત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધીએ મંગળવારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખેડૂત વિરોધી ગણાવ્યા હતા અને ક્હયુ હતુ કે જ્યા સુધી વડાપ્રધાન ખેડૂતોના કર્જ માફ નહીં કરે. ત્યાં સુધી તેમને સુવા દેશે નહીં. સંસદની બહાર મીડિયા સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ ક્હયુ હતુ કે તમારે ડરવાની જરૂર નથી. તેઓ આ કામ કરશે. વિપક્ષ ખેડૂતોના દેવામાફ કરવા માટે મોદી સરકારને મજબૂર કરશે. જ્યાં સુધી કર્જમાફી નહીં થાય ત્યાં સુધી પીએમ મોદીને સુવા દેવાશે નહીં. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યુ હતુ કે તેમણે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં દશ દિવસની અંદર દેવામાફી કરવાનો વાયદો કર્યો હતો અને સત્તામાં આવ્યાના છ કલાકની અંદર કર્જમાફી કરવામાં આવી હતી.

Related posts

હરિયાણામાંથી ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે, કોંગ્રેસ પૂર્ણ બહુમતિ સાથે સરકાર રચશે

Nilesh Jethva

ભારતીય આર્મીએ PoKમાં મચાવી તબાહી તો બોખલાયું પાકિસ્તાન, ફેલાવી રહ્યું છે આ જુઠ્ઠાણું

pratik shah

દિલ્હીમાં જૂની જગ્યાએ જ બનશે સંત રવિદાસ મંદિર, સુપ્રિમે આપી કેન્દ્ર સરકારના પ્રસ્તાવને મંજૂરી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!