રૂપાણીએ કોંગ્રેસના રાહુલ ગાંધીને આપ્યો જોરદાર વળતો જવાબ, આ હતું કારણ

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસને સરકાર રચવામાં સફળતા મળ્યા બાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ખેડૂતોના મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સતત પ્રહારો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે કોંગ્રેસે આસામ અને ગુજરાતના મુખ્યપ્રધાનોને જગાડી દીધા છે. પરંતુ વડાપ્રધાન હજી પણ સુતેલા છે. આ ટ્વીટ બાદ રાહુલ ગાંધી પર રૂપાણીએ સીધો હુમલો કરી દીધો છે. જેઅોએ વળતો પ્રહાર કરી સતત 2 ટ્વીટ કર્યા છે.

રાહુલે ટ્વીટ કર્યું હતું કે, આસામમાં સરકારે ખેડૂતોના કર્જ અને ગુજરાતમાં વીજળીના બિલ માફ કર્યા છે. આસામની ભાજપની સરકારે ખેડૂતોને રાહત આપતા 600 કરોડ રૂપિયાના કૃષિલક્ષી કર્જ માફ કરવાની મંજૂરી આપી છે. જેના કારણે આસામના આઠ લાખ ખેડૂતોને ફાયદો થશે. આ tweet બાદ ગુજરાત સરકારનાં ભવાં ચડી ગયાં છે. જેઓએ આ tweetનો જવાબ પણ tweetથી જ આપ્યો છે. રૂપાણીએ રાહુલ પર વળતો પ્રહાર કર્યો છે.

તો સીએમ વિજય રૂપાણીએ ટ્વીટ કરી રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. રૂપાણીએ Tweet કર્યું છે કે દેશભરમાં હારનારી કોંગ્રેસ લાંબા સમય બાદ ત્રણ રાજ્યોમાં જીતી છે. આ જીતનો અતિ ઉત્સાહ રાહુલ ગાંધીના ટ્વીટમાં દેખાય છે.

પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે હંમેશા ખેડૂતો માટે સારા નિર્ણયો લીધા છે. આજ કારણે 22 વર્ષના શાસન બાદ પણ ગુજરાતના ખેડૂતોએ ફરી એકવાર ભાજપને સેવાની તક આપી છે. ગુજરાતની જનતાએ સાતમી વાર કોંગ્રેસને જાકારો આપ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter