રાજસ્થાનના ઉદયપુરમાં શુક્રવારથી શરૂ થયેલી કોંગ્રેસની ત્રણ દિવસની ચિંતન શિબિરમાં પહેલા દિવસે સોનિયા ગાંધીએ કરેલા સંબોધને કોંગ્રેસીઓને નિરાશ કરી દીધા છે. કોંગ્રેસીઓના મતે, કોંગ્રેસને અત્યારે આકરા મનોમંથનની જરૂર છે ત્યારે સોનિયાએ ભાજપ પર દોષારોપણ કરીને પલાયનવાદ બતાવ્યો છે.

સોનિયાએ કોંગ્રેસની નબળાઈઓની વાત કરવાના બદલે કોંગ્રેસની ખરાબ હાલત માટે ભાજપ જવાબદાર હોય એવું ચિત્ર ઉભું કરવાનો પ્રયત્ન કર્યો. સોનિયાએ પોતાના સંબોધનમાં કોંગ્રેસના નેતાઓને એવી પણ અપીલ કરી કે, પક્ષે તેમને બધું જ આપ્યું છે અને હવે તેનું કર્ઝ ચૂકવવાનો સમય છે. આ કર્ઝ ચૂકવવા માટે કોંગ્રેસ શું કરશે કે પોતે શું કરશે તેનો કોઈ ઉલ્લેખ ના કર્યો.
જો કે કોંગ્રેસીઓને સૌથી વધારે નિરાશા સોનિયાએ ભાજપને લઘુમતી વિરોધી ગણાવ્યો તેના કારણે થઈ છે. કોંગ્રેસીઓના મતે, ભાજપને લઘુમતી એટલે કે મુસ્લિમ વિરોધી ગણાવીને સોનિયા કોંગ્રેસને નહીં પણ ભાજપને મદદ કરી રહ્યાં છે. કોંગ્રેસ પર મુસ્લિમ પાર્ટીનો સિક્કો વાગ્યો તેના કારણે ભાજપને ફાયદો થયો છે એ વાત સમજવા જ સોનિયા તૈયાર નથી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Stress Release Tips/ ટેન્શન અને ડિપ્રેશનથી વધી રહી છે મુશ્કેલીઓ, તો અપનાવો આ ઉપાયો તરત જ અનુભવશો રાહત!
- BIG BREAKING: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર IT ના દરોડા, 200 અધિકારીઓ પોલીસ કાફલા સાથે 35થી 40 સ્થળે પાડી રેડ
- પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ! ઇસ્લામાબાદમાં સમર્થકોએ મેટ્રો સ્ટેશનને ચાંપી આગ, પોલીસે સેંકડો વિરોધીઓની કરી અટકાયત
- મલાઈકા અરોરા ટૉપ પહેરવાનું જ ભૂલી ગઇ! કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં બેધડક ઇનરવેર કર્યુ ફ્લોન્ટ
- Health Tips/ જો તમે આ રીતે બટાકા ખાશો તો તરત જ ઘટશે વજન, જાણો ખાવાની સાચી રીત