GSTV
Home » News » પટણામાં કોંગ્રેસની રેલી પહેલા લાગ્યા પોસ્ટર, રાહુલ ગાંધી જાણો કોના અવતારમાં

પટણામાં કોંગ્રેસની રેલી પહેલા લાગ્યા પોસ્ટર, રાહુલ ગાંધી જાણો કોના અવતારમાં

શિવભક્ત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હવે રામ અવતારમાં પણ જોવા મલે છે. પટણામાં આગામી ત્રીજી ફેબુ્રઆરીએ કોંગ્રેસની જન આકાંક્ષા રેલી યોજાવાની છે તેની તૈયારી રૂપે કોંગ્રેસે પટણામાં સંખ્યાબંધ બેનર અને પોસ્ટર લગાવ્યા છે.

પટણાના આયકર ભવન પાસે એક પોસ્ટરમાં રાહુલ ગાંધીને રામના અવતાર તરીકે ચિતરવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં સોનિયા ગાંધી, મનમોહનસિંહ, પ્રિયંકા ગાંધી વિગેરેની તસવીરો પણ છે. પોસ્ટરમાં બે પંક્તિ લખેલી છે કે ‘તેઓ રામ નામ જપ્યા કરે, તમે રામ બનીને જીવી જાઓ.’

આ પોસ્ટરથી ભાજપ પર પ્રહારનો સંકેત છે. આ પોસ્ટર કોંગ્રેસના નેતા વિજયકુમારસિંહ અને આલોક હર્ષે લગાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં યોગી આદિત્યનાથે હનુમાનને દલિત કહ્યા બાદ વિવાદ શરૂ થયો હતો ત્યાર બાદ રાજકારણમાં દેવી દેવતાનો ઉપયોગ વધી રહ્યો છે. આ વર્ષે લાલુના પુત્ર તેજપ્રતાપે તેના લગ્ન પહેલા પોતાને શીવ અને તેમની પત્ની ઐશ્વર્યાને પાર્વતી રૂપે દર્શાવતા પોસ્ટર બનાવ્યા હતા.

Related posts

આ મહિલાના હાથમાં છે અમેરિકાની પરમાણું તાકાત, ભારત સાથે છે ખાસ સંબંધ

Nilesh Jethva

દિલ્હી હિંસાને લઈને અમિત શાહે બોલાવી ઇમરજન્સી બેઠક, ટ્રમ્પના રોકાણ સ્થાનેથી માત્ર 20 કિમીના અંતરે ભડકી છે હિંસા

Nilesh Jethva

CAA ને લઈ દિલ્હીમાં મહાતાંડવ, હેડ કોન્સ્ટેબલ સહિત 3 ના મોત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!