GSTV
Home » News » ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા, પરેશ ધાનાણી સામે ક્યા પડકારો છે ?

ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા, પરેશ ધાનાણી સામે ક્યા પડકારો છે ?

અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી વિધાનસભામાં વિપક્ષના નેતા છે. કોંગ્રેસે ગુજરાતમાં પક્ષના ભાવિ રોડ મેપને ધ્યાનમાં રાખીને આ પસંદગી કરી છે. પરેશ ધાનાણી આક્રમક યુવા નેતાની ઇમેજ ધરાવે છે. કોંગ્રેસ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર – ગુજરાતમાં ધાનાણીને પક્ષનો પાટીદાર નેતા તરીકેનો ચહેરો બનાવીને આગળ વધવા માગે છે. જોકે પરેશ ધાનાણી સામે અનેક પડકાર છે.

તેમણે ગૃહમાં સરકારની સામે પ્રજાની સમસ્યાઓને આક્રમક રીતે ઉઠાવવી પડશે. વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસ અનેક મુદ્દે સરકારને ઘેરવામાં સફળ રહી છે. પણ ગૃહમાં થયેલી મારામારીએ કોંગ્રેસ માટે મુશ્કેલી વધારી દીધી હતી. ત્યારે ફરી આવી ભૂલ ન થાય તે ધાનાણીએ જોવું પડશે.

સાથે જ લોકોના મુદ્દા અસરકારક રીતે ઉઠાવવા પડશે. કોંગ્રેસના તમામ ધારાસભ્યોમાં સંકલન બનાવીને કામ કરવું એક પડકારભર્યું રહેશે. વિધાનસભાની અંદર અને વિધાનસભાની બહાર લોકોના પ્રશ્નો અને સમસ્યાઓના ઉપાયો શોધવા પડશે.

ખેડુતો અને યુવાઓના રોજગારીના પ્રશ્ને સતત ઝઝુમવું પડશે. આ ઉપરાંત આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સારા દેખાવની જવાબદારી પણ તેમના માથે રહેશે.

ગત લોકસભા ચૂંટણીમાં મોદી મેજીકને કારણે કોંગ્રેસને ગુજરાતની 26 બેઠકોમાંથી એકેય બેઠકો નહોતી મળી. એટલે વિધાનસભાની ચૂંટણીની જેમ લોકસભા ચૂંટણીમાં આ વખતે વધુમાં વધુ બેઠકો જીતી ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવી પડશે. પક્ષમાં રહેલા આંતરિક જૂથવાદને ડામવો પડશે. અને જૂનિયર ધારાસભ્યો તથા સિનિયર ધારાસભ્યો સાથે તાલમેલ બેસાડી કામ કરવું પડશે.

Related posts

હું ભાજપમાં જોડાયો નથી : હેમંત ચૌહાણ

Bansari

ગાંધીનગર : ‘હું આત્મહત્યા કરું છું ’ આટલું કહી આ રાજકારણીના પુત્રએ કેનાલમાં જંપ લાવ્યું, આજે મળ્યો મૃતદેહ

Mayur

કોંગ્રેસના સભ્યોએ ભાજપ તરફી મતદાન કરતાં કાંકરેજમાંથી કોંગ્રેસ સાફ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!