સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની અલગ અલગ તારીખ મામલે કોંગ્રેસે ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા બાદ હવે હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી છે. એક સાથે જ ચૂંટણી પરિણામ જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસ આવતીકાલે હાઈકોર્ટ જશે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યુ છે કે, ચૂંટણીપંચ પારદર્શકતાથી કામ કરે તે જરૂરી છે. વન નેશન વન ઈલેકશનની વાતો થાય છે, તો પછી પરિણામ બે અલગ અલગ દિવસે શા માટે રખાયા છે. તેવો સવાલ પણ કરવામાં આવ્યો છે.
અહીં ઉલ્લેખનિય છે કે 6 મહાપાલિકાની ચૂંટણીના પરિણામ 23 ફેબ્રુઆરીએ આવશે. જે બાદ 28 ફેબ્રુઆરીએ પાલિકા અને પંચાયતની ચૂંટણી થશે અને બીજી માર્ચે તેના પરિણામો આવશે. આમ, મહાપાલિકાની ચૂંટણીના પરિણામોની અસર પાલિકા અને પંચાયતની ચૂંટણી પર થશે તેવી ચિંતા વ્યક્ત થઈ રહી છે.
મનપાની ચૂંટણીના પરિણામોની પડશે ઈફેક્ટ
આપને જણાવી દઈએ કે, સ્થાનિક ચૂંટણીઓમાં આ વખતે ચૂંટણી પંચે બે અલગ અલગ તારીખે મતગણતરી કરવાનું આયોજન કર્યુ છે. જે અંતર્ગત 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન અને 23 ફેબ્રુઆરીએ મતગણતરી યોજવાના છે. જેની સીધી અસર મનપાના પરિણામો પર આવશે.
અમિત ચાવડાએ ટ્વીટ કરી ચૂંટણી પંચની કાર્યવાહી પર સવાલો ઉભા કર્યા
ચૂંટણી પંચે આજે જાહેર કરેલી તારીખોને લઈને કોર્ટે અગાઉ આપેલા ચૂકાદાને યાદ કરાવતા કાર્યવાહી પર સવાલો ઉભા કર્યા છે. આજે જાહેર કરેલી તારીખોમાં બે અલગ અલગ તારીખોએ મતગણતરી યોજાવાની છે. જેમાં મનપાની ચૂંટણીના પરિણામોનો ફાયદો સીધી રીતે ભાજપને થઈ શકે છે. તેવો પણ એક આક્ષેપ લાગી રહ્યો છે. ત્યારે આ બાબતની ગંભીરતા જોઈ અમિત ચાવડાએ ટ્વીટ કર્યુ છે.
કોંગ્રેસ ખખડાવશે કોર્ટના દરવાજા, ભાજપના દબાણમાં ચૂંટણી પંચ કામ કરતું હોવાનો આક્ષેપ
ત્યારે આજે જાહેર થયેલી તારીખો પર કોંગ્રેસે સવાલો ઉભા કર્યા છે. સાથે જ ચૂંટણી પંચની કાર્યવાહીને લઈને પણ અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા છે. કોંગ્રેસના અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સ્થાનિક ચૂંટણી માટે અમે તૈયાર છીએ, તથા જીતના પાક્કા ઈરાદા સાથે અમે જનતાની વચ્ચે જઈશું. જો કે, 2015માં કોર્ટે આપેલા આદેશ છતાં ભાજપના દબાણમાં આવીને મતગણતરીની અલગ અલગ તારીખો જાહેર કરવાના નિર્ણયને અમે કોર્ટમાં ચેલેન્જ આપીશું.
READ ALSO
- દિલ્હીમાં દુધ-શાકભાજી બંધ કરી દેવાની ચીમકી પણ સંગઠનમાં પડ્યા ફાંટા, શું આંદોલનનો વળાંક બીજી તરફ?
- શેરબજારમાં કડાકો: રોકાણકારોની સંપતિમાંથી 5.37 લાખ કરોડનું ધોવાણ, રૂપિયો 103 પૈસા તૂટીને 73.47 ઊતરી આવ્યો
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો