GSTV
Home » News » નેતાનું નામ મધુ પણ વાણીમાં કટૂતા, ભાષણ આપીને મોદી-શાહનાં માથાનો દુખાવો બની ગયા

નેતાનું નામ મધુ પણ વાણીમાં કટૂતા, ભાષણ આપીને મોદી-શાહનાં માથાનો દુખાવો બની ગયા

madhu srivastava vadodara

ભાજપના ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવે મતદારોને આપેલી ધમકી મુદ્દે હવે કોંગ્રેસ મેદાનમાં આવી છે. અને મધુશ્રી વાસ્તવને મતદાન સુધી વડોદરા લોકસભા બેઠકથી દૂર કરવાની માંગ કરી છે. કોંગર્સના પ્રવક્તા શૈલેષ અમીને ચૂંટણી ઓબ્ઝર્વર શર્મિષ્ઠા મૈઈત્રાને ફરિયાદ કરી છે. જેમાં મુક્ત અને ન્યાયિક ચૂંટણી થાય તે માટે મતદાન સુધી મધુ શ્રી વાસ્તવને વડોદરા લોકસભા બેઠકથી દૂર કરવાની માંગ કરી છે.

વાઘોડિયાના ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે સભા દરમિયાન ધમકી આપતો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ કોંગ્રેસે આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી હતી.

આ પહેલા VIDEO થયો હતો વાયરલ

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ધમકી ભર્યો એક વીડિયો વાયરલ થયો છે. ભાજપની સભા દરમિયાન મઘુ શ્રીવાસ્તવે મતદારોને ભાજપ તરફી મત નહીં આપે તો ઠેકાણે પાડી દેવાની ધમકી આપી. ત્યારે કોંગ્રેસે આકરી ટીકા કરી ભાજપ અસામાજિક તત્વોનો ઉપયોગ કરીને ચૂંટણી જીતવા નીકળ્યો હોવાનો આક્ષેપ કર્યો.

ભાજપના નેતા અને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું નામ સામે આવે એટલે દબંગાઈવાળો ચહેરો જરૂર સામે આવે. મધુ શ્રીવાસ્તવ આમતો કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતા હોય છે. અને ખાસ કરીને દાદાગીરીવાળી ઘટનાઓમાં. તો આ વખતે પણ ફરીથી તેમની દબંગાઈ જોવા મળી. ભાજપના નિશાન પર વોટ નહીં આપે તો ગેરકાયદેસર રહેતા લોકોની ખેર નથી. તેવી ધમકી મતદારોને આપી દીધી.

તો મધુ શ્રીવાસ્તવની મતદારોને ધમકી મામલે કોંગ્રેસે આકરી ટીકા કરી.. કોંગ્રેસે કહ્યું કે ભાજપના નેતા અસામાજિક તત્વોનો ઉપયોગ કરીને ડરનો માહોલ ઉભો કરી રહ્યા છે.. તેમની સામે ચૂંટણી પંચે કાયવાહી કરીને સુઓમોટો કેસ દાખલ કરવા કોંગ્રેસે માગ કરી. નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવવા તમામ બુથમાં કમળના નિશાન પર મતદાન કરવા મતદારોને ધમકી આપી. મધુ શ્રીવાસ્તવે વડોદરા બેઠક પર પોતાને લોકસભા ચૂંટણી લડવા રીતસરના હવાતીયા માર્યા હતા. અને પોતે જંગી મતોથી જીતવાનો દાવો કરીને પક્ષનું પણ નાક દબાવવાના પ્રયાસો કર્યા હતા. જોકે અંતે તે માની ગયા અને ભાજપને જીડાતવાના કામે લાગી ગયા છે. પરંતુ ભાજપને જીતાડવા આવી મતદારોને ધમકીભર્યા સૂર પક્ષને કેવી અસર કરશે ?

READ ALSO

Related posts

હાઇકોર્ટે સરકાર અને કોર્પોરેશનો લીધો ઉધડો,કહ્યું કેરી…

Path Shah

વડોદરામાં લાખો લોકોએ ગંદુ પાણી પીધું, અઢી મહિના પછી ખબર પડી કે…

Riyaz Parmar

કાશીનો પ્રસાદ મને શક્તિ આપે છે: PMનાં આગમનથી સમગ્ર વારાણસી કેશરીયા નગરી બની

Riyaz Parmar