GSTV

વિપક્ષના આકરા પ્રહાર/ આત્મનિર્ભર યોજના એ પેકેજ નહીં, માત્ર પ્રચારનું પડીકું! ધાનાણીનો આક્ષેપ

ચોમાસુ સત્ર અંતિમ તબક્કામાં વિપક્ષે આત્મનિર્ભર યોજનાનો મુદ્દો ઉઠાવી ભાજપ સરકારને કઠેડામાં ઉભી કરી દીધી હતી. વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આત્મનિર્ભર યોજનાને પેકેજ નહીં પણ માત્ર પ્રચારનુ પડીકુ ગણાવ્યુ હતું. એટલું જ નહીં, વિપક્ષે સવાલોનો મારો કરતાં ઉર્જામંત્રી સૌરભ દલાલ મૂંઝાયા હતાં. કોરોનાને આગળ ધરીને સરકારે આ મામલે મૌન રહેવાનુ જ  પસંદ કર્યુ હતું.

કોરોનાને આગળ ધરીને સરકારે આ મામલે મૌન રહેવાનુ જ  પસંદ કર્યુ

વિધાનસભા ગૃહમાં આત્મનિર્ભર યોજનાના મુદ્દે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સવાલો ઉઠાવતાં જણાવ્યું કે, વાયબ્રન્ટ મહોત્સવના નામે વિદેશીઓને નોતરૂ કાઢીને ગુજરાતનો પાયો ધણધણાવી નાંખનારી ભાજપ સરકાર કયા મોઢે આત્મનિર્ભર થવાની સલાહ આપે છે. મુખ્યમંત્રીએ આત્મનિર્ભર પેકેજ હેઠળ રૂા.14,077 કરોડની જાહેરાત કરી હતી. આજે વિધાનસભામાં અલગ અલગ ઘટકોને રૂા.24812 કરોડની ફાળવણી કરી હોવાનુ દર્શાવાયુ છે. જોકે, આ યોજના હેઠળ કુલ કેટલા લોકોને સહાય ચૂકવાઇ,કેટલાને લાભ મળ્યો તેનો સરકાર જવાબ આપી શકી નથી.

મુખ્યમંત્રીએ આત્મનિર્ભર પેકેજ હેઠળ રૂા.14,077 કરોડની જાહેરાત કરી

આત્મનિર્ભર સહાય યોજના હેઠળ સુથાર,લુહાર,કુંભાર,પ્રજાપતિ,રીક્ષા-છકડા ચાલક,કર્મકાંડી બ્રાહ્મણ-પંડિતો,કુશળ કારીગરો,કલાકારોને વિજબીલ,કરવેરા,વાહનવેરા,હાઉસિંગ લોનમાં વ્યાજ સહાય લાભ મળ્યો હોય તો સરકાર તેના આંકડા જાહેર કરે. સરકાર માત્ર જાહેરાત કરે છે પણ આજેય કેટલાંય લોકો આત્મનિર્ભર સહાય યોજનાથી વંચિત રહ્યાં છે.

કેટલાંય લોકો આત્મનિર્ભર સહાય યોજનાથી વંચિત

રાજ્ય સરકારે કેટલાંને બેરોજગારી ભથૃથા ચૂકવ્યાં તેની વિગતો પણ જાહેર કરે તેવી પણ ધાનાણીએ માંગ કરી  હતી.જોકે, ઉર્જા મંત્રી સૌરભ દલાલે એવો બચાવ કર્યો હતો કે,કોરોનાની મહામારીને લીધે વહીવટી તંત્ર કામે લાગ્યુ છે પરિણામે આ સમગ્ર વિગતો રજૂ કરી શકાઇ નથી.

READ ALSO

Related posts

અહેમદ પટેલના પાર્થિવ દેહને વતન પીરામણ લવાશે, ગુજરાત કોંગ્રેસના નેતાઓ અંતિમક્રિયામાં રહેશે હાજર

pratik shah

NDAના વિજય સિન્હા બન્યા બિહાર વિધાનસભાના સ્પીકર, RJD વિરોધ કરતું રહ્યું પણ મળી હાર

pratik shah

અહેમદ પટેલ: કોંગ્રેસના એ ‘ચાણક્ય’ જેમના હાથમાં રહેતું સંગઠનનું રિમોટ, નહેરુ-ગાંધી પરિવારના અત્યંત નજીકના વ્યક્તિ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!