GSTV
Home » News » લોકસભામાં કોંગ્રેસને 2 સીટ નહીં મળે : રાહુલ ગાંધી ન મળ્યા, આ નેતાઓ સાથે કરી બેઠક

લોકસભામાં કોંગ્રેસને 2 સીટ નહીં મળે : રાહુલ ગાંધી ન મળ્યા, આ નેતાઓ સાથે કરી બેઠક

ગુજરાત કોંગ્રેસમાં નારાજ ધારાસભ્યોમાં અલ્પેશ ઠાકોરનું નામ પણ મોખરે છે. જેઓ પણ નારાજ ધારાસભ્યોની બેઠકમાં હાજર હતા. જેઓને કદ પ્રમાણે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ વેતરી દીધા હોવાનો તેમનો બળાપો છે. ભાજપમાં આવવા માટે અલ્પેશ ઠાકોરને ઓફર કરાઈ હોવાની અનેકવાર ચર્ચાઓ વચ્ચે આ નીતિનભાઈએ સ્પષ્ટ આમંત્રણ આપી દીધું છે. આ ઘટના બાદ અલ્પેશ ઠાકોર દોડીને દિલ્હી પણ જઈ આવ્યા છે. જ્યાં રાહુલ ગાંધી સાથે મુલાકાત થઈ નથી. જોકે દિલ્હીમાં સાંસદ એહમદ પટેલ અને પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ સમક્ષ અલગ અલગ બેઠકો કરી છે, જેમાં રજૂઆત થઈ છે કે, ગુજરાત કોંગ્રેસ અત્યારે જે ગતિએ ચાલે છે. તે જોતાં લોકસભાની ચૂંટણીમાં ૨૬માંથી બે બેઠકો પણ મળી શકે તેમ નથી.

દિલ્હી ગયા એ પહેલાં આ હતો મિજાજ

કોંગ્રેસે નેતા બનવાની તક આપી જાતે ગુમાવી

અલ્પેશ ઠાકોરની સાથે MLA ધવલસિંહ ઝાલા અને MLA ભરતસિંહ ઠાકોરે સોમવારની રાતે પ્રદેશ પ્રભારી સાતવ અને એહમદ પટેલ સાથે અલગ-અલગ બેઠક યોજી હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસ વિરુદ્ધ નારાજગી વ્યકત કરી છે. જે અંગે કહેવાયું હતું કે, સંગઠનમાં તેમની સેનાને જોઈએ તેટલું મહત્ત્વ મળતું નથી. ચૂંટણી સમયે જે આગેવાનોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી તેમને સંગઠનમાં સામેલ કરાયા છે, જેમને હોદ્દા પરથી હટાવવા જોઈએ. જવાબમાં હાઈકમાન્ડે યોગ્ય નિકાલ લાવવા બાંયેધરી આપી હતી. અલ્પેશ ઠાકોર મામલે કહેવાય છે કે હવે તેમને બનાસકાંઠાની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવી છે. કોંગ્રેસે બિહારમાં સહ પ્રભારી બનાવી તેમને રાષ્ટ્રીય નેતા બનવાની તક પૂરી પાડી હતી. જેમાં અલ્પેશે પગ પર કુહાડો માર્યો છે. કોંગ્રેસે આ ઠાકોર નેતાને આગવું કદ આપ્યું હોવા છતાં સ્થાનિક નેતાઓને ન ગણકારતાં હવે રાહુલ ગાંધી તેમને ગણકારી રહ્યાં નથી. હવે રાહુલ ગાંધી સીધી વાત કરવાનું ટાળે છે, જે કંઈ રજૂઆત હોય તો પ્રભારી સમક્ષ કરવાની સ્પષ્ટ સૂચના અપાયેલી છે. આ કારણસર જ રાહુલને બદલે પ્રભારી સાથે મિટિંગ થઈ છે.

અલ્પેશ ઠાકોરને દુઃખે છે પેટ ને કૂટે છે માથું

લોકસભામાં બે બેઠકો પણ નહિ જીતે તેવી અલ્પેશની દલીલ સામે સ્થાનિક નેતાઓ ખફા થયા છે. તેઓ કહે છે કે, અલ્પેશને દુઃખે છે પેટ અને કૂટે છે માથું. ૨૦૧૭ના વિધાનસભા પરિણામો આધારે લોકસભામાં બે નહિ ૧૦ કરતાં વધુ સીટો મળે તેમ છે. વાહિયાત રજૂઆત કરનારા લોકો શું કામ કોંગ્રેસના ધારાસભ્ય બન્યા, સેનાના નામે જ ચૂંટણી લડવી જોઈતી હતી.

Related posts

ત્રિશંકુ પરિણામ આવશે તો, રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો તત્કાળ દાવો રજૂ કરશે વિપક્ષ

Mansi Patel

ગુજરાતમાં અભેદ સુરક્ષા વચ્ચે થશે મતગણતરી, જાણો અત્યાર સુધી કેવી છે સ્થિતિ ?

Arohi

આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

Arohi
Do NOT follow this link or you will be banned from the site!