GSTV

કોંગ્રેસ દિગ્ગજે નેતાએ મહારાષ્ટ્રની ઉદ્વવ સરકાર પર કર્યા આકરા પ્રહાર, સુંશાત કેસ મામલે લગાવ્યા અત્યંત ગંભીર આક્ષેપો

સુશાંતના કેસમાં પટનાથી મુંબઈ આવેલા આઈપીએસ અધિકારી વિનય તિવારીને બીએમસી દ્વારા ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે..જેને લઈને કોંગ્રેસ નેતા સંજય નિરુપમે મુંબઈ પોલીસ અને ઉદ્વવ સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે..જેમા તેમણે એવું કહ્યું કે જો આ કેસમાં ઓફિસરોને ક્વોરન્ટીન કરવામાં આવશે.તો પછી કેસની તપાસ કેવી રીતે થશે. મહત્વનું છે કે મુંબઈ પોલીસ આ કેસમાં બિહાર પોલીસની કોઈ મદદ નથી કરી રહી. ત્યારે આવા સમયે તપાસ માટે આવેલા આઈપીએસ અધિકારીને ક્વોરન્ટીન કરવામાં આવ્યા..જેના કારણે હવે આ વિવાદ વધુ વકરતો જઈ રહ્યો છે.

તપાસ માટે આવેલા આઈપીએસ અધિકારીને ક્વોરન્ટીન કરવામાં આવ્યા

સુશાંત

મુંબઈ પોલીસ કમિશનરે નિવેદન કરતા જણાવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં બિહાર પોલીસને તપાસ કરવાનો કોઈ જ અધિકાર નથી. અમે આ મુદ્દે કાનૂની સલાહ લઇ રહ્યા છીએ. અમે અત્યાર સુધીમાં કોઈને ક્લીન ચિટ નથી આપી. આ કેસમાં મહારાષ્ટ્ર પોલીસ અને બિહાર પોલીસ વચ્ચે ખેચતાણ પણ દેખાઈ રહી છે.

કેસમાં મહારાષ્ટ્ર પોલીસ અને બિહાર પોલીસ વચ્ચે ખેચતાણ

મુંબઈ પોલીસ કમિશનરે જણાવ્યું છે કે અમારી પાસે કોઈને કોરન્ટાઇન કરવાનો અધિકાર નથી. આ બીએમસીનો મુદ્દો છે. સુશાંતના પરિવારે 16 જૂનના પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ મામલે તેમને કોઈના પર શંકા નથી.

આ પહેલા, સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં તપાસ કરવા રવિવારે મુંબઈ પહોંચેલા પટનાનાં SP વિનય કુમાર તિવારીને BMCએ ક્વોરન્ટીન કર્યા હતા. જેના પગલે બિહારના પ્રધાન સંજય ઝાએ મુંબઈ તંત્ર સામે આકરા પ્રહાર કર્યા છે અને કહ્યું કે એસીપી તિવારીને ક્વોરેન્ટાઇન કરવા એ ગેરવ્યાજબી છે. બિહારની પોલીસ આટલા દિવસથી તપાસ કરી રહી છે તેમ છતાં તેમને ક્વોરેન્ટાઇન નથી કરાયા તો એસપી તિવારીને કેમ ક્વોરેન્ટાઇન કરાયા. આની પાછળ જરૂર કંઈક રંધાઈ રહ્યું છે.

READ ALSO

Related posts

ગજબ/ હવામાં જ કોરોનાને પકડી લેશે આ ખાસ ડિવાઇસ, મોઢામાં આંગળા નાંખી દેશો એટલી છે કિંમત

Bansari

અગત્યનું/ PPF, NSC સુકન્યામાં રોકાણ કર્યુ હોય તો વાંચી લેજો, આજે સરકાર લેશે આ મહત્વનો નિર્ણય

Bansari

કંઈ બેંક તમને આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો કેટલી ઓછી EMI પર મળશે મનપસંદ કાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!