બદનક્ષીના કેસમાં મેજીસ્ટ્રેટ કોર્ટે દોષિત ઠેરેલા આદેશમે 3 એપ્રિલે રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં પડકારી શકે છે. સુરતની મેજીસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને માનહાનીના કેસમાં દોષિત માની બે વર્ષની સજા ફટકારી હતી. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સુરતની શેસન્સ કોર્ટ સમક્ષ રાહુલ ગાંધી મેજીસ્ટ્રેટ કોર્ટના આદેશને પડકારી શકે છે.

સુરતની મેજીસ્ટ્રેટ કોર્ટે ફટકારેલી સજા બાદ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદ પરથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા..3મી માર્ચે મેજીસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને ભારતીય દંડ સહિંતાની કલમ 499 અને 500 હેઠળ દોષિત જાહેર કર્યા હતાજોકે મેજીસ્ટ્રેટ કોર્ટે આદેશને ઉપલી કોર્ટમાં પડકારવા માટે રાહુલ ગાંધીને ફટકારેલી સજા પર 30 દિવસના જામીન આપ્યા હતા.
ભાજપના ધારાસભ્યે કેસ દાખલ કર્યો હતો
ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. વાયનાડના લોકસભા સભ્ય રાહુલ ગાંધીએ 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં યોજાયેલી જાહેર સભામાં આ બાબતને લગતી ટિપ્પણીઓ કરી હતી.
શું હતો મામલો?
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં એક રેલીમાં કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? આ પ્રકારનું નિવેદન કરતાં મોદી અટક ધરાવતાં લોકોમાં રોષ વ્યાપ્યો હતો.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો