GSTV
Gujarat Government Advertisement

UPA શાસનની 3 લાખ કરોડની NPA વધી NDAમાં 12 લાખ કરોડ કેવી રીતે થઈ: સૂરજેવાલા

Last Updated on September 12, 2018 by

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે બેંકોની એનપીએ વધવા માટે યુપીએ સરકાર જવાબદાર છે. રાજનના આ નિવેદન બાદ ભાજપને કોંગ્રેસ પર પ્રહાર કરવાની તક મળી હતી. પરંતુ તેની પર પલટવાર કરતા કોંગ્રેસે પ્રશ્ન કર્યો છે કે યુપીએ શાસન વખતે લગભગ 3 લાખ કરોડ રૂપિયાની એનપીએ આખરે એનડીએ વખતે 12 લાખ રૂપિયા સુધી કેવીરીતે પહોંચી.

ઉલ્લેખનીય છે કે, ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને વધતી નૉન પરફોર્મિગ એસેટને (એનપીએ) લઈને સંસદની એક સમિતિને મોકલેલા પોતાના જવાબમાં પૂર્વ યુપીએ સરકારને ઉભી કરી દીધી છે. વરિષ્ઠ ભાજપ સાંસદ મુરલી મનોહર જોશીની આગેવાનીવાળી સંસદની અંદાજ સમિતિએ રાજનને એનપીએના મુદ્દા પર માહિતી આપવાનુ કહ્યુ હતું.

ભાજપે આ અવસરનો લાભ લઈ મંગળવારે કરેલી એક પત્રકાર પરિષદમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું, રઘુરામ રાજનના નિવેદનથી સ્પષ્ટપૂર્વક પુરવાર થાય છે કે વધતી એનપીએ માટે કોંગ્રેસ જવાબદરા છે. કોંગ્રેસે વધતી એનપીએ મુદ્દે પલટવાર કરતા કહ્યું કે યુપીએ શાસન વખતે 2014માં બેંકોની કુલ એનપીએ 2.83 લાખ કરોડ રૂપિયા હતી. પરંતુ આજે અહીં 12 લાખ કરોડ રૂપિયા કેવીરીતે પહોંચી?

કોંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલાએ કહ્યું, હું આ વાતનો સ્વીકાર કરુ છું કે વર્ષ 2014માં 2.83 લાખ કરોડ રૂપિયાની એનપીએ માટે જવાબદાર છે. પરંતુ બાકી 9.17 લાખ કરોડ રૂપિયાની એનપીએ માટે શું મોદી સરકાર જવાબદારી લેશે?

રઘુરામ રાજને યુપીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું, ‘ઘણી માત્રામાં ફસાયેલા (બેડલોન) વર્ષ 2006-2008 દરમ્યાન વધ્યા. જ્યારે આર્થિક સ્થિત ઘણી મજબૂત થતી હતી. આમ સારો સંપર્ક રાખનારા પ્રમોટર્સને વધારે લોન આપવામાં આવી હતી, જેનો ડિફોલ્ટ કરવાનો ઈતિહાસ રહ્યો છે.

રઘુરામ રાજને બેંકોની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે તેઓ વધુ ઑવરકૉન્ફિડન્ટ હતાં અને ઘણી લોન લેનારા લોકો વિશે યોગ્ય તપાસ કરી નથી. વિજય માલ્યા અને નીરવ મોદી જેવા ભાગેડુ પર પણ કોઈ કાર્યવાહી થઈ નથી. રાજને કહ્યું, કમનસીબે આપણી સિસ્ટમ એક પણ હાઈપ્રોફાઈલ વ્યક્તિને પકડવામાં નાકામ રહી છે. જેને કારણે હજી સુધી એક પણ ભાગેડુ પકડાયા નથી.

તેમણે સરકારને ચેતવણી આપી હતી, બેંકોની હાલની બેંકરપ્શી સિસ્ટમના ઘણા મોટા પ્રમોટર ખોટા વિચારો સાથે હાથ અજમાવી રહ્યાં છે. આપણી ન્યાયિક પ્રણાલી દેવામાં ફસાયેલા  લોકો સાથે લડવા માટે યોગ્ય નથી.

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ: ગંગા નદી પરનો તટબંધ તૂટ્યો, અનેક ગામ થયા પાણીમાં ગરકાવ

Pritesh Mehta

રિલાયન્સ એજીએમની બેઠક પહેલા આરામકો વિશે મોટો સમાચાર, 1 લાખ કરોડથી વધુના રોકાણનો છે મામલો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!