GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

મહારાષ્ટ્ર ચૂંટણી: NCP-કોંગ્રેસે સંયુક્ત મેનિફેસ્ટો કર્યો રજૂ, ખેડૂતો, બેરોજગારો અને ભૂમિપુત્રો ઉપર રમ્યો દાંવ

મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને એનસીપીએ સંયુક્ત ઘોષણાપત્ર ઇસ્યું કર્યું છે. વિધાનસભા ચૂંટણીમાં એક તરફ કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાનું જોડાણ છે.

ગઠબંધન ફોર્મુલા અંતર્ગત કોંગ્રેસ અને એનસીપીના ખાતામાં 125-125 બેઠકો આવી છે. મેનિફેસ્ટોમાં કોંગ્રેસ અને એનસીપીએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં તેમની સરકાર બન્યા બાદ એક પછી એક તમામ વાયદા પર અમલ કરવામાં આવશે. કે જેથી રાજ્યના સુવર્ણ દિવસો પરત આવે.

કોંગ્રેસ અને એનસીપીએ મેનિફેસ્ટોને શપથનામા નામ આપ્યું છે. મેનિફેસ્ટોમાં કોંગ્રેસ-એનસીપીએ રાજ્યના દરેક જિલ્લામાં સરકારી એન્જિનિયરિંગ અને મેડીકલ કોલેજ શરૂ કરવાનો વાયદો કર્યો છે.

આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં ખાલી પડેલા શિક્ષકોના પદો ભરવામાં આવશે. શપથનામામાં કહેવામાં આવ્યું કે કોંગ્રેસ-એનસીપીની સરકારમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ, મૂળભૂત સુવિધાઓના ક્ષેત્રમાં મોટા કામ કરાશે.

READ ALSO

Related posts

જીવલેણ વાયરસ: અમદાવાદ ગ્રામ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 29 કેસો નોંધાયા, આંકડો 356 પર પહોંચ્યો

pratik shah

કોરોનાનું સંક્રમણ વધ્યું, શહેરમાં નવજાત શિશુ જીવલેણ વાયરસનાં સંકજામાં, આરોગ્યતંત્રમાં મચ્યો હડકંપ

pratik shah

અનલોક-વન: અમદાવાદનાં ઉત્તરઝોનમાં આપવામાં આવેલી છૂટ છાટ પડી ભારે, નવા 86 કેસ નોંધાવાથી મચ્યો હડકંપ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!