મહારાષ્ટ્રમાં હિન્દુ જન આક્રોશ મોરચાની ઉપરાછાપરી રેલીઓ દ્વારા ઉગ્ર હિંદુત્વનો માહોલ પેદા કરાઈ રહ્યો હોવાથી કોંગ્રેસ, એનસીપી અને શિવસેના ચિંતામાં છે. હિન્દુ જન આક્રોશ મોરચાએ ગયા વર્ષા નવેમ્બરથી અત્યાર સુધીમાં આખા મહારાષ્ટ્રમાં 50થી વધારે રેલીઓનું આયોજન કર્યું છે. મોરચાએ રાજ્યના તમામ 36 જિલ્લામાં રેલીઓ યોજીને મુસ્લિમો વિરોધી માહોલ પેદા કરવાનું અભિયાન આદર્યું છે.

આ અભિયાન ભાજપના લાભાર્થે કરાઈ રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ભાજપનો દાવો છે કે, આ રેલીઓ હિન્દુત્વ અને સંઘ સંગઠનોને એકઠા કરીને બનાવાયેલા સંગઠન સકળ હિન્દુ સમાજ યોજી રહ્યો છે. જો કે બધા કાર્યક્રમોમાં ભાજપના નેતા, સ્થાનિક ધારાસભ્યો અને સાંસદ અચૂક હાજર હોય છે. ભાજપના તેલંગાણાના ધારાસભ્ય ટી. રાજાસિંહ તથા કાલીચરણ મહારાજ હાજર હોય છે. રેલીમાં મુસ્લિમો દ્વારા કરાતી લેન્ડ જિહાદ, લવ જિહાદ અને બળજબરીથી કરાતા ધર્માંતરણને મુદ્દે ઉગ્ર પ્રવચનો થાય છે અને છેવટે મુસ્લિમ સમુદાયના આર્થિક બહિષ્કારનીં હાકલ કરાય છે.
READ ALSO…
- ગરમીથી બચવાનો આ પ્રકારનો જુગાડ નહીં જોયો હોય તમે! વીડિયો જોતા જ લોટપોટ થઈ જશો
- અમેરિકી કોંગ્રેસના સભ્યએ આપ્યું મહત્વનું નિવેદન / કહ્યું ભારત-અમેરિકાના સંબંધ વિશ્વની સુરક્ષા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ
- Train Accident: એક પછી એક 3 ટ્રેનો અથડાઈ, જાણો કેવી રીતે સર્જાયો આ અકસ્માત
- જૂનાગઢ / ગાયત્રી પ્રાથમિક શાળા અચાનક બંધ કરાતા વાલીઓમાં રોષ, RTE હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
- અયોધ્યામાં ભગવાન રામની નવી મૂર્તિના અભિષેક માટે વડાપ્રધાન મોદીને આમંત્રિત કરવામાં આવશે : ટ્રસ્ટ