નવસારી બેઠકનાં કોંગ્રેસી ઉમેદવારે ચૂંટણીની પૂર્વ સંધ્યાએ મતદારોને સોગંદનામું કરીને ખાતરી આપી કે જો તમે મને ચુંટી મોકલશો તો કોઈપણ પ્રકારની લાલચ-લોભમાં આવી પક્ષપલટો નહીં કરીશ. આ એફીડેવીટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા મતદારોમાં ભારે ચર્ચાઓ જાગી છે.

વિજયી થયા બાદ ઉમેદવાર પાંચ વર્ષ માટે રાજા
નવસારીના દિપક બારોટનું સોગંદનામુ સોશિયલ મીડિયામાં વાયરલ થતા મતદારોમાં ચર્ચા સાથે કુતૂહલ સર્જાયું છે. ચૂંટણીમાં વિજયી થયા બાદ ઉમેદવાર પાંચ વર્ષ માટે રાજા બની જાય છે! પોતાના અંગત લાભ માટે, જેની સામે લડયા હોય તે સામેની પાર્ટીમાં જોડાઈ જાય છે. અને સત્તા સુખ ભોગવે છે. ત્યારે તેને મત આપીને ચુંટી મોકલાવતા મતદારો ઠગાયા હોવાની લાગણી અનુભવે છે. આમાં કોઈપણ રાજકીય પક્ષ બાકાત નથી.
#GujaratAssemblyPolls : South Gujarat's Navsari Seat candidate of Gujarat Congress, Deepak Barot filed an affidavit and said that if he wins, he will not change the party.@NewIndianXpress @TheMornStandard @santwana99 pic.twitter.com/qqA3a9djMW
— Dilip Singh Kshatriya (@Kshatriyadilip) November 30, 2022
સ્ટેમ્પ પેપર ઉપર લેખિતમાં સોગંદનામું
આજરોજ નવસારી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર દિપક બારોટે એક નવી કેડી કંડારતા મતદારોને સ્ટેમ્પ પેપર ઉપર લેખિતમાં સોગંદનામું કરીને ખાતરી આપતા જણાવ્યું કે, આપ મતદાર ભાઈઓ-બહેનો જો મને તમારા પ્રતિનિધિ તરીકે ચુંટી મોકલાવશો તો હું તમને વચન આપુ છું કે કોઈપણ સંજોગોમાં હું લોભ-લાલચને વશ થઈ અથવા ડરીને પક્ષપલટો નહી કરીશ અને તમારો વિશ્વાસ નહી તોડીશ આ એફીડેવીટ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મતદારોમાં ભારે ચર્ચા અને કુતૂહલ જાગ્યું છે. આ પ્રકારે મતદારોને વચન પાળવા તેમજ પક્ષપલટો નહી કરવાની ખાતરી સંભવતઃ રાજ્યમાં પ્રથમ ઘટના હોવાનું કહેવાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે