કોંગ્રેસ પક્ષમાં 2019ની લોકસભાની ચૂંટણીમાં હાર મળ્યા પછી રાજીનામાનો દોર યથાવત રીતે રહ્યો છે. ત્યારે પક્ષમાં વધુ એક રાજીનામું પડ્યું છે. કોંગ્રેસ પાર્ટીના નેશનલ મીડિયા કો-ઑર્ડિનેટર રચિત સેઠએ પોતના પદ પરથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાને મોકલવામાં આવેલાં રાજીનામામાં સેઠએ કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું તો હું આ પોસ્ટપર રહું એ યોગ્ય ન કહેવાય. માટે હું રાજીનામું આપું છું.

જેમાં એમણે કહ્યું કે, મને નેશનલ મીડિયાના કો-ઑર્ડિનેટરની જવાબદારી સોંપવા બદલ હું રાહુલ ગંધીનો આભાર વ્યક્ત કરૂં છું. અને ભવિષ્યમાં શ્રેષ્ઠ ભારત માટે કામ કરવાની વાત કરી છે. ઉલ્લેખનીય છે કે, 3 જુલાઇના રોજ રાહુલ ગાંધીએ પણ રાજીનામું આપી દીધું હતું.
I am free from any political position. Free to air my views. I thanks @RahulGandhi & @rssurjewala for providing me this opportunity to work for the party. ? pic.twitter.com/JupmklWOH7
— Rachit Seth (@rachitseth) July 11, 2019
રાહુલએ ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ રાજીનામા અંગે કહ્યું હતું અને પાર્ટીના વરીષ્ઠ નેતાઓ એમને મનાવવા માટે એક મહિના સુધી પ્રયત્ન કર્યા હતા. અને અંતે રાહુલ ટસના મસ ન જ થયા એમણે કહ્યું હતું કે, હારની જવાબદારી અધ્યક્ષ ન સ્વીકારે એ યોગ્ય ન કહેવાય.
READ ALSO
- પ્રિયંકા અને નિકને હવે આ જ કરવાનું બાકી રહી ગયું હતું, નવા કામનું નામ જાણી રહી જશો દંગ
- સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?
- જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ
- જગત જનની માઁ ઉમિયાના મંદિરનો ઈતિહાસ ભગવાન શિવ- પાર્વતિ સાથે જોડાયેલો છે
- દિલ્હી : ઈમારતમાં ભીષણ આગ લાગતા ત્રણ મહિલાના મોત