આ મહિલા લિંગ પરિવર્તન સાથે આટલી પાર્ટીઓ બદલી ચુકી છે, આખરે હવે કોંગ્રેસમાં આ મહત્વના પદ પર…

કોંગ્રેસ પાર્ટીએ અપ્સરા રેડ્ડીને ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ નિયુક્ત કરી છે. કોંગ્રેસ પહેલી પાર્ટી છે જેણે એક ટ્રાન્સજેન્ડરને પોતાની મહિલા સચિવ બનાવી છે. આટલું મોટું પદ મળ્યા બાદ અપ્સરા રેડ્ડીને આજે દરેલ લોકો ઓળખે છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે આ સમાજ તેનો તિરસ્કાર કરતો હતો. તમને આજે જણાવીશું કે અપ્સરા રેડ્ડી કઈ રીતે પુરુષમાંથી મહિલા બની અને ક્યાં તેમણે પોતાનું જેન્ડર બદલાવ્યું.

આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં જન્મેલી અપ્સરા રેડ્ડીનું અસલ નામ અજય રેડ્ડી હતું. અપ્સરા રેડ્ડીએ થાઈલેન્ડના યેન હી હોસ્પિટલમાં પોતાનું લિંગ પરિવર્તન કરાવ્યું. ડોક્ટર સોમભૂન થામરૂન્ગરાંગે તેમનું ઓપરેશન કર્યું. અપ્સરાને પહેલા ત્રણ મહિના સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી. તે આંઠ મહિના બેન્કોકમાં રહી અને ત્યાર બાદ અપ્સરાએ સર્જરી કરાવી.

અપ્સરાની સર્જરી 8 કલાક કરતા પણ વધુ ચાલી અને ત્યાર બાદ તેને બે કલાક સુધી તેને દેખરેક હેઠળ રાખવામાં આવી. જ્યારે અપ્સરાને હોશ આવ્યો ત્યારે તેને ખૂબ દુઃખતું હતું જોકે તે ખુશ હતી. અપ્સરાના આ નિર્ણમાં તેમની માતાએ સાથ આપ્યો પરંતુ તેમની પિતા આ ઓપરેશનથી ખૂબ નારાજ હતા. સર્જરીના બીજા ચાર દિવસો સુધી અપ્સરા હોસ્પિટલમાં જ રહ્યા ત્યાર બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે હોર્મોન્શ થેરેપી વખતે તેમને ધણી વખત આત્મહત્યા કરવાના પણ ખયાલ આવતા હતા.

જેન્ડર બદલવા પહેલા અપ્સરાએ ધણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. તેમણે સ્કૂલ-કોલેજથી લઈને ઓફિસમાં પણ ભેદભાવ સહન કરવાનો વારો આવ્યો છે. તમને જણાવી દઈએ કે અપ્સરા એક પત્રકાર રહી ચુકી છે અને તેમણે અમિતાભ બચ્ચ, એશ્વર્યા રાય, માઈકલ શૂમાકર, નિકોલસ કેજ જેવી મોટી હસ્તીઓનુ ઈન્ટરવ્યૂ પણ લીધુ છે. અપ્સરાએ એક તમિલ શો પણ હોસ્ટ કર્યો છે.

મે 2016માં તેમણે જય લલિતાની પાર્ટી AIADMK જોઈન કરી. તે પાર્ટીની પ્રવક્તા હતી. ત્યાર બાદ તેમણે બીજેપી પણ જોઈન કર્યું. પરંતુ હવે તે કોંગ્રેસમાં છે અને તેમને રાષ્ટ્રીય સ્તર પર એક મોટી જવાબદારી પણ સોંપવામાં આવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter