GSTV
Home » News » કોંગ્રેસના સાંસદ શશી થરુર ‘હિંદુ પાકિસ્તાનની’ ટીપ્પણી પર કાયમ

કોંગ્રેસના સાંસદ શશી થરુર ‘હિંદુ પાકિસ્તાનની’ ટીપ્પણી પર કાયમ

કોંગ્રેસના નેતા શશી થરુર પોતાની હિંદુ પાકિસ્તાનવાળી ટીપ્પણી પર કાયમ છે. થરુરે કહ્યુ છે કે જો ભાજપ દીનદયાલ ઉપાધ્યાયને અનુસરવાનો દાવો કરે છે. તો તેઓ દેશને હિંદુ પાકિસ્તાન બનાવવાની જ કોશિશ કરશે. થરુરે કહ્યુ છે કે આરએસએસ અને ભાજપ હિંદુત્વની વિચારધારાને માને છે. ભાજપના નેતા સાવરકર, ગોલવલકર અને દીનદયાલ ઉપાધ્યાયને પોતાના મેન્ટર માને છે.

આ લોકો બંધારણને માનતા નથી. થરુરે કહ્યુ છે કે એ ખતરો સતત બનેલો છે કે તેઓ પોતાની વિચારધારાના આધાર પર આ દેશને હિંદુ પાકિસ્તાન બનાવી રહ્યા છે. થરુરે કહ્યુ છે કે તેમણે આરએસએસ અને ભાજપના નેતાઓના લખાણ ગંભીરતાથી વાંચ્યા છે અને તેઓ આ લખાણોને ગંભીરતાથઈ લઈ રહ્યા છે.

આરએસએસ દ્વારા હિંદુ રાષ્ટ્રનો સિદ્ધાંત આપ્યો છે. સૌથી પહેલા સાવરકરે તેના વિશે લખ્યું હતું. સાવકર અને દીનદયાલ ઉપાધ્યાયે આ વિચારને આગળ વધાર્યા હતા. થરુરે કહ્યુ છે કે વડાપ્રધાન મોદીએ તો દરેક મંત્રાલયને નિર્દેશ આપ્યો છે કે દીનદયાલ ઉપાધ્યાય સંદર્ભેના કાર્યક્રમો કરવામાં આવે. થરુરે કહ્યુ ચે કે જો 2019માં ભાજપની જીત થશે.

તો ભારત હિંદુ પાકિસ્તાન બની જશે. તેમણે કહ્યુ છે કે તેમનો આ નિવેદનથી પીછેહઠ કરવાનો કોઈ ઈરાદો નથી અને તેઓ આનો વારંવાર પુનરોચ્ચાર કરતા રહેશે. થરુરે ગુરુવારે ટ્વિટર અને ફેસબુક પર પોતાના નિવેદનને લઈને સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે. થરુરે ટ્વિટર પર કહ્યુ છે કે ઘણાં સ્થાનો પર તેમના ભાજપની 2019ની જીતથી ભારતના હિંદુ પાકિસ્તાન બનવાના નિવેદનને તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યું છે.

તેતી તેઓ પોતાના નિવેદનને ફરીથી સ્પષ્ટ કરી રહ્યા છે. થરુરે પોતાના ફેસબુક પોસ્ટની લિંક પણ શેયર કરી છે. ફેસબુક પર તેમણે લખ્યું છે કે તેમણે એ પહેલા જ કહી દીધું છે અને ફરીથી કહી રહ્યા છે. પાકિસ્તાનનું નિર્માણ બહુમતીના ધર્મના આધારે થયું હતું. તેનાથી ધાર્મિક લઘુમતીઓની સાથે ભેદભાવ થાય છે અને સમાન અધિકાર મળી રહ્યો નથી.

ભારતે એ તર્ક ક્યારેય સ્વીકાર્યો નથી કે જેનાથી દેશનું વિભાજન થયું. પરંતુ ભાજપ અને આરએસએસનો હિંદુ રાષ્ટ્રનો વિચાર દેશને પાકિસ્તાન જેવો બનાવવાનો છે. એવો દેશ જ્યાં લઘુમતીઓને ધર્મના બહુસંખ્યકોના ધર્મને આધિન સમજવામાં આવે છે. આમ કરવાથી દેશ હિંદુ પાકિસ્તાન બની જશે અને આપણે સ્વાધિનતા સંગ્રામ આના માટે લડયો ન હતો. આવા વિચારો આપણા બંધારણમાં પણ સંકલિત કરાયેલા નથી. થરુરે કહ્યુ છે કે તેઓ પોતાના નિવેદન પર કાયમ છે.

Related posts

ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરીઝ માટે ‘વિરાટ સેના’નું એલાન, ધવનના સ્થાને આ ધૂરંધરની એન્ટ્રી

Bansari

એક સાથે સાથે ઘરે તો બીજી સાથે ઓફિસના બાથરૂમમાં રંગરેલિયા મનાવતો હતો બોસ

Karan

Vodafoneએ રજૂ કર્યા બે ધાંસૂ પ્લાન,રોજ 3GB ડેટાની સાથે કરો અનલિમિટેડ કોલિંગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!