GSTV
Gujarat Government Advertisement

મોદી સરકારે એવું તો શું કર્યું કોંગ્રેસના રાહુલ ગાંધી થઈ ગયા ખુશ ખુશ, કહ્યું સાચી દીશામાં સરકારનું પ્રથમ પગલું

કોરોના

Last Updated on March 26, 2020 by Karan

સરકારે ગરીબો, મહિલાઓ અને સમાજના આર્થિક રીતે નબળા વર્ગને ધ્યાનમાં રાખીને લોકડાઉન વચ્ચે જાહેર કરેલા ઈકોનોમિક પેકેજથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ખુશ છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સરકાર તરફથી જાહેર કરાયેલું આર્થિક પેકેજ સાચી દિશામાં પહેલું પગલું છે. ભારતના ખેડૂતો, મજૂરો, મહિલાઓ તેમજ વૃધ્ધો પ્રતિ દાયિત્વ બને છે. જે આ લોકડાઉનમાં પરેશાનીનો સામનો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલાં જ મોદી સરકાર કોરોના વાયરસને રોકવાની ટ્રેન ચૂકી ગઈ હોવા મામલે મોદી સરકારને ઝાટકી હતી.

રાહુલ ગાંધીએ તેમના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને કહ્યું કે, ‘સરકાર દ્વારા જે રાહત પેકેજની જાહેરાત કરાઈ છે તે યોગ્ય દિશામાં પ્રથમ પગલું છે. ભારત પર ખેડૂતો, મજૂરો, શ્રમિકો, મહિલાઓ તેમજ વૃદ્ધિનું ઋણ છે. જે આ લોકડાઉનમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.’ કેન્દ્ર સરકારે ગરીબો, મજૂરો, મહિલાઓ, દિવ્યાંગો અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને મહત્વની જાહેરાત કરતા 1.70 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. નિર્મલા સિતારમણે પેકેજની જાહેરાત કરતા 20.5 કરોડ મહિલા જનધન ખાતાધારકોને આગામી ત્રણ મહિના સુધી પ્રત્યેક મહિને 500 રૂપિયા આપવાનું જણાવ્યું હતું.

1.70 લાખ કરોડના પેકેજની જાહેરાત

દરમિયાન રાહુલ ગાંધીએ કેરાલામાં પોતાના મત વિસ્તાર વાયનાડમાં કોરોના વાયરસ સામે સારવારના સાધનો ખરીદવા પોતાના સાસંદ ફંડમાંથી 2.66 કરોડ રૂપિયા આપ્યા છે. જેનાથી વેન્ટિલેટર, ટેસ્ટ કિટ, માસ્ક અને બીજા ઉપકરણો ખરીદવામાં આવશે. કોરોના વાયરસને પગલે દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. આ લોકડાઉનને પગલે દેશની ઇકોનોમીને સૌથી મોટુ નુક્સાન જઈ રહ્યું છે. આ વચ્ચે નિર્મલા સીતારમને કોરોનાને રોકવા માટે 1.70 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે. કોરાના મહામારીને પગલે સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરાઈ છે. હાલમાં અનુરાગ ઠાકુર અને નાણામંત્રી નિર્મલા સીતારમન પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છે. કોરોના વાયરસ સામે લડી રહેલા સ્વાસ્થય કર્મીઓ માટે સરકારે 50 લાખના વીમાની જાહેરાત કરી છે. જેનો લાભ 20 લાખ કર્મચારીઓને થશે. રાહત પેકેજમાં ખેડૂતો સાથે ગરીબો માટેની યોજનાઓની જાહેરાત કરાઈ છે.

  • લોકડાઉન બાદથી સરકાર ગરીબો માટે કામગીરી કરી રહી છે. કોરોના પ્રભાવિતો માટે 50 લાખના વીમાની પણ જાહેરાત કરાઈ છે.પીએમ ગરીબ કલ્યાણ યોજનાથી ગરીબોને લાભ થશે.
  • આગામી બે મહિના દરમિયાન સંગઠિત ક્ષેત્રમાં જ્યાં 100થી ઓછા કર્મચારી છે અને જેનો પગાર 15 હજાર કે તેનાથી ઓછો છે તેમના બે મહિના સુધીના પીએફની રકમ સરકાર જમા કરશે. પીએફમાં 12 ટકા રકમ કંપની અને 12 ટકા રકમ કર્મચારી દ્વારા એડ થાય છે. આ રીતે 24 ટકા રકમ સરકાર ભરશે. તેમાં 4 લાખથી વધુ સંસ્થાઓના કર્મચારીઓને લાભ મળશે.
  • દેશના સ્વાસ્થય કર્મીઓ માટે 50 લાખના વીમાની સરકારે જાહેરાત કરી છે.
  • નિર્મલા સીતારમને કહ્યું છે કે ગરીબો સુધી મદદ પહોંચાડવી એ જરૂરી છે.
  • ગરીબોને ભોજન અને નાણાં બંનેની મદદ મળી રહેશે. સફેદ કપડાંમાં ભગવાન છે સ્વાસ્થ્ય કર્મીઓ.
  • આગામી 3 મહિના માટે ગરીબોને મફતમા ભોજન અપાશે.
  • ગરીબ કલ્યાણ યોજનાઓ હેઠળ ગરીબોને 1.70 લાખ કરોડ રૂપિયાની મદદ અપાશે.
  • નાણા સીતારમને કહ્યું છે કે જે આપણા કમાન્ડો કોરોના સામે લડી રહ્યાં છે એમને 50 લાખ રૂપિયાનો વીમો અપાશે.
  • હાલમાં કોઈ પણ વ્યક્તિ ભૂખે ના સૂવે માટે સરકારે વ્યવસ્થા ગોઠવી છે. પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ 5 કિલો વધારે ધઉં અને ચોખા આગામી 3 મહિના સુધી મળશે. આ યોજનાનો ફાયદો 80 કરોડ લોકોને મળશે.
  • એક કિલો કઠોળ પણ ફ્રીમાં અપાશે.
  • વિધવા, વૃદ્ધ અને દિવ્યાંગોને વધારાના 1000 રૂપિયા આગામી ત્રણ મહિના માટે મળશે. ત્રણ કરોડ વિધવા અને દિવ્યાંગોને તેનો લાભ મળશે. આ પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તેમના ખાતામાં જશે.
  • 20 કરોડ મહિલા જનધન અકાઉન્ટ હોલ્ડરને વધારાના 500 રૂપિયા આગામી ત્રણ મહિના માટે મળશે જેથી તેમને ઘરના કામકાજમાં સહાયતા મળે. 
  • ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને આગામી ત્રણ મહિના માટે મફતમાં સિલિન્ડર આપવામાં આવશે. 8 કરોડથી વધુ મહિલાઓને ફાયદો થશે.
  • મનરેગામાં મજૂરી કરતા મજૂરો માટે રોજની મજૂરી 182 રૂપિયાથી વધારી 202 રૂપિયા કરી દેવાઈ છે. પીએમ કિસાન યોજના, કિસાન સન્માન નીધિ યોજના હેઠળ 8 કરોડ 70 લાખ ખેડૂતોને ફાયદો મળશે. 2 હજાર રૂપિયાનો હપતો એપ્રિલના પ્રથમ મહિનામાં જ ટ્રાન્સફર કરી દેવાશે. નાણામંત્રીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના માટે 1.70 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી
  • 15 હજારથી ઓછા પગારદારનો ઇપીએફ સરકાર ભોગવશે
  • અસરગ્રસ્ત લોકોના ખાતામાં સીધા નાણાં ટ્રાન્સફર થશે
  • 3 મહિના માટે ગરીબો ભૂખ્યા ન સૂવે માટે અનાજ મફત અપાશે
  • ઉજજ્વલા યોજનાની લાભાર્થી મહિલાને રાંધણ ગેસ ફ્રી મળશે.
  • 3 કરોડ વૃદ્ધો, દિવ્યાંગો અને મહિલાઓને આ યોજનાઓનો લાભ મળશે

અગાઉ કરેલી જાહેરાત

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્રને પડેલા ફટકા બાદ રાહત આપવા પેકેજ આપવાની ખાતરી આપી છે. મંગળવારે પત્રકારોને સંબોધિત કરતા સીતારમણે કહ્યું કે વહેલીતકે રાહત પેકેજનું એલાન કરવામાં આવશે. જેમાં ઇન્મક ટેક્સ, જીએસટી લઇને રાહત મળી શકે છે. આ સાથે જ નાણામંત્રાલયે 2018-19ના વર્ષ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ વધારીને 30 જૂન કરી દીધી છે. જ્યારે કે આઇટી રિટર્ન ભરવામાં થનારા વિલંબ બદલ વસુલાતા 12 ટકાના ચાર્જને ઘટાડીને 9 ટકા કરી નાંખ્યો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે કોરાના વાયરસ સાથે જોડાયેલા કાર્યોમાં કંપનીઓ સીએસઆર ફંડનો ઉપયોગ કરી શકે છે. આ ફંડનો ઉપયોગ કોરોના વાયરસ સામેની લડાઈમાં મદદરૂપ બનશે. 2020માં જે કંપનીઓના ડિરેક્ટરોની મીટિંગ મળી નથી. એ કંપનીઓને નિયમોનું ઉલ્લંઘન કરાયું હોવાનું માની કાર્યવાહી નહી કરાય

Gujarat Government Advertisement

Related posts

સાપુતારા ફરવા જતા પહેલાં આ જાણી લો નહીં તો…., ડાંગ જિલ્લા અધિક કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

Dhruv Brahmbhatt

CBSE : ધોરણ 10 અને 12ના રિઝલ્ટ તૈયાર કરવામાં ક્યાંય પણ તકલીફ કે મૂંઝવણ આવે આ નંબર પર કરો કોલ, હેલ્પલાઈન જાહેર કર્યા

Pravin Makwana

જળયાત્રા / ભગવાન જગન્નાથનો કરાયો જળાભિષેક, નીતિન પટેલનું રથયાત્રાને લઇને મહત્વનું નિવેદન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!