GSTV

રહસ્યમય મોત: દાદરા નગર હવેલીના MP મોહન ડેલકર મુંબઈની હોટલમાંથી મૃત હાલતમાં મળ્યા : ગુજરાતીમાં સુસાઇડ નોટ મળી

દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મુંબઇના મરીન ડ્રાઇવ વિસ્તારની હોટલ સી ગ્રીનના રૂમમાં મોહન ડેલકરે પંખા સાથે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું. મામલાની જાણ થતાં જ પોલીસે હોટલ પર પહોંચી તપાસ હાથ ધરી.

પોલીસને મોહન ડેલકરની સુસાઇડ નોટ પણ મળી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. પરંતુ, પોલીસે હજુ સુધી સુસાઇડ નોટ મામલે કોઇ ફોડ પાડ્યો નથી. પોલીસે મોહન ડેલકરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મોહન ડેલકર સતત 7 ટર્મથી દાદરાનગર હવેલીના સાંસદ હતા. ગત લોકસભા ચૂંટણીમાં મોહન ડેલકર અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા અને ચૂંટણી જીત્યા હતા.

મોહન ડેલકરના જીવન અને કારકિર્દી વિષે વાત કરીયે તો, મોહન ડેલકરનો જન્મ વર્ષ 1962માં સેલવાસમાં થયો હતો. તેમણે કોંગ્રેસ પક્ષ સાથે જોડાઇને કારકિર્દીની શરૂઆત કરી. વર્ષ 1986માં મોહન ડેલકર યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી બન્યા.

જે બાદ વર્ષ 1989માં તેઓ અપક્ષ ચૂંટણી લડી સૌપ્રથમ વખત સાંસદ બન્યા. જે બાદ વર્ષ 1991 અને 1996માં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી સાંસદ બન્યા. તો વર્ષ 1998માં તેઓ ભાજપમાં જોડાયા અને ચૂંટણી જીતી ભાજપ તરફથી લોકસભામાં પહોંચ્યા.

વર્ષ 1999 અને 2004માં તે ફરી અપક્ષ ચૂંટણી લડી સાંસદ બન્યા. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રસમાં જોડાયા અને ચૂંટણી જીતી સાંસદ બન્યા. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ફરી તેઓએ અપક્ષ ઉમેદવારી કરી અને ચૂંટણી જીત્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

મુશ્કેલીઓ વધી/ Anurag Kashyap અને Taapsee Pannuના કેસમાં મળી 350 કરોડની હેરાફેરી, તાપસીના ઘરેથી 5 કરોડ રોકડાની મળી છે રસિદો

Pravin Makwana

દેશના આ છે ટોપ ટેન હાઈવે : ગુજરાતના 3 હાઈવેનો આ યાદીમાં મોદી સરકારે કર્યો સમાવેશ, પ્રથમ નંબરે પણ છે ગુજરાત

Pravin Makwana

દિલ્હી હાઇકોર્ટ બગડી/ દેશનાં લોકોને કોરોનાની રસી મળી રહી નથી અને મોદી સરકાર વાહવાહી માટે કરી રહી છે દાન પર દાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!