GSTV
Home » News » ગુજરાતમાં મફતમાં ડુંગળી વેંચનારા કોંગ્રેસના ધારાસભ્યની અટકાયત, ભાવ પાણી-પાણી

ગુજરાતમાં મફતમાં ડુંગળી વેંચનારા કોંગ્રેસના ધારાસભ્યની અટકાયત, ભાવ પાણી-પાણી

જૂનાગઢના  વિસાવદરમાં કોંગ્રેસ અને ખેડૂતોએ ડુંગળી મુદ્દે વિરોધ કર્યો છે. મફતમાં ડુંગળી વહેચતા કોંગી ધારાસભ્ય હર્ષદ રીબડીયાની અટકાયત કરાઇ હતી. ડુંગળીના ઓછા ભાવ મળતા ખેડુતોમાં રોષ વ્યાપો છે.  રોષે ભરાયેલા ખેડૂતોએ ગામમાં ફરીને લોકોને મફતમાં ડુંગળીનું વિતરણ કર્યુ હતુ. ધારાસભ્ય હર્ષદ રિબડીયાની આગેવાનીમાં વિરોધ કરાયો હતો. ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો છે.

9મી ફેબ્રુઆરી સુધી ખેડૂતોને ડુંગળી લઇ ન આવવા જણાવાયું

ભાવનગર જિલ્લામાં આવેલા મહુવાને ડુંગળીનુ હબ માનવામાં આવે છે. અહીની લાલ અને સફેદ ડુંગળી ખૂબજ જાણીતી છે. તેમજ અહીથી અન્ય રાજ્યમાં પણ ડુંગળી જાય છે. પ્રાપ્ત માહિતિ અનુસાર મહુવા APMCમાં લાલ કાંદાનો સ્ટોક વધતા તા.6 ફેબુઆરી થી તા.9 ફેબ્રુઆરી ડુંગળીની ખરીદી બંધ રાખવામાં આવી છે. આ અંગે મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરીના જણાવ્યા અનુસાર તા.6 ફેબુઆરી બુધવાર થી તા.9 ફેબુઆરી શનિવાર સુધી લાલ કાંદાની ખરીદી બંધ રાખવામાં આવી છે.

લાલ કાંદાની 2 લાખ જેટલી થેલીનો સ્ટોક થઈ ગયો

આ અંગે ખેડૂતો અને કમીશન એજન્ટોને પણ જાણ કરી દેવામાં આવી છે. જેથી તેમને મુશ્કેલી ન પડે. તેમણે જણાવ્યુ હતુ કે લાલ કાંદાની 2 લાખ જેટલી થેલીનો સ્ટોક થઈ ગયો છે. રોજ અંદાજે 50,000 થેલીની હરાજી કરવામાં આવશે. જો કે સફેદ ડુંગળીની ખરીદી તો ચાલુ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ડુંગળીની એક થેલીમાં 50 કિલો ડૂંગળી હોય છે. આજે લાલ ડુંગળીના પ્રતિ 20 કિલોના ભાવ મહુવા APMCમાં 40-135 હતા.

આ વર્ષે ડુંગળીનુ ઉત્પાદન વધુ થયુ હોવાથી ભાવ ઓછા

મહુવાના ડુંગળીના વેપારી જીજ્ઞેશ પંડ્યાએ જણાવ્યુ હતુ કે અત્યારે ડુંગળીની સિઝન છે પરંતુ જેટલા માલની આવક છે તેટલુ વેચાણ થતુ નથી. માલનો સ્ટોક વધવાનુ આ પણ એક કારણ છે. તેમણે જણાવ્યુ હતુ કે કે આ વર્ષે સિઝનમાં લાલ કાંદાના ભાવ પ્રતિ 20 કિલોના રૂ. 40 થી રૂ.100ની આસપાસ મળી રહ્યા છે જ્યારે ગત સિઝનમાં ભાવ રૂ.200 થી ઉપર પહોંચી ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે મહુવામાંથી ડુંગળી પંજાબ, હરીયાણા, બિહાર, યુપી સહિતના રાજ્યોમાં જાય છે. આ વર્ષે ડુંગળીનુ ઉત્પાદન વધુ થયુ હોવાથી ભાવ ઓછા છે.

Related posts

કોલકતા ટીમ જીતેલી બાજી હારી જતા ચોધાર આંસુએ રડવા માંડી ચીયરલીડર

Path Shah

વડોદરા, બનારસ ફરી બનારસ જાણો કોણ છે આ ચહેરો જેના વિના મોદી ઉમેદવારી ફોર્મ નથી ભરતા!

Karan

મોદી સિવાય વારાણસીથી ભાજપના વધુ એક ઉમેદવારે ભર્યુ ફોર્મ, જાણો કારણ

Mansi Patel