GSTV

નીતિન પટેલ એવું બોલ્યા કે કોંગ્રેસના ધારાસભ્યે ગૃહમાં છૂટ્ટું ફેક્યું માઈક, થયો જોરદાર હોબાળો

નીતિન

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન બીજા દિવસે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. મજૂર કાયદા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની શાબ્દિક ટિપ્પણી બાદ કોંગ્રેસના ધારાસભ્યો વિરોધમાં આવી ગયા હતા. ત્યારે આ વિરોધ વધતા કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી એ પોતાનું માઈક ગૃહમાં ફેંક્યું હતું. આ બાદ વિધાનસભા ગૃહમાંથી બહાર નીકળી જઈને કોંગ્રેસના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.

ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શું કહ્યું

ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતુ કે, 150 વર્ષના ઇતિહાસની વાત કરો છો. ત્યારે નૌશાદ સોલંકીએ કહ્યું તે, બાબાસાહેબ અંબેડકરની વાત પર વાંધો શુ છે. ત્યારે નીતિન પટેલે નૌશાદ સોલંકીને જવાબ આપ્યો કે, ઘરમાં કે ખેતરમાં મજૂર રાખો ત્યારે પગાર બાબતે ધ્યાન રાખો છો? જેના જવાબમાં નૌશાદ સોલંકીએ કહ્યું કે, મને કોન્ટ્રાકટર સાબિત કરો કે નીતિન પટેલ મારી માફી માંગે. આ મામલે ગૃહમાં હોબાળો થતાં કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું.

નોશાદ સોલંકીએ ગેલેરી નંબર 4માંથી માઈક ફેકી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો

કોંગ્રેસના સભ્યોએ ‘મજૂર વિરોધી યે સરકાર નહિ ચલેગી’ ના સૂત્રોચ્ચારો કર્યા હતા. જેના બાદ ગિન્નાયેલા કોંગ્રેસના ધારાસભ્ય નોશાદ સોલંકીએ ગેલેરી નંબર 4માંથી માઈક ફેકી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

નાયબ મુખ્યમંત્રીના વિધાનો બાદ કોંગ્રેસના ધારાસભ્યો નારેબાજી સાથે વેલમાં ધસી આવ્યા હતા. આ સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. મંત્રી ભૂપેન્દ્રસિંહે માઈક છુટ્ટુ ફેંકવા મુદ્દે ધારાસભ્ય સામે પગલાં ભરવા માગણી કરી હતી. જ્યારે ધારાસભ્ય નૌશાદ ગેલેરીના પગથિયા પર ધરણાં પર બેસી ગયા હતા. ભારે સમજાવટ બાદ નૌશાદ સોલંકીએ ધરણાં પૂરા કર્યા હતા.

Read Also

Related posts

સીએમ રૂપાણીના આકરા પ્રહાર/ કોરોના સંકટમાં કોંગ્રેસના નેતાઓ જયપુરના રિસોર્ટમાં દારૂ પીને સ્વીમિંગ પુલમાં મારતા હતા ધુબાકા

pratik shah

કાંકરિયા રાઈડ દુર્ઘટના/ જવાબદાર કોન્ટ્રાક્ટર પર તંત્રને ભારોભાર પ્રેમ, હવે વસ્ત્રાપુર લેકનો કોન્ટ્રાક્ટ આપવા વિચારણા

pratik shah

નવસારી/ સિવિલમાં ફરજ બજાવતી કોરોના વોરિયર નર્સે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા- પરીવારજનોએ ઉચ્ચ અધિકારીઓ પર લગાવ્યા આરોપ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!