GSTV
News Trending ગુજરાત

ગુજરાત કોંગ્રેસની ધારાસભ્યો બચાવવાની કવાયત યથાવત, રાજુલાથી રવાના થયા બાદ ખાંભા પહોંચ્યા

ગુજરાત કોંગ્રેસની ધારાસભ્યો બચાવવાની કવાયત યથાવત છે, ત્યારે ધારાસભ્યો રાજુલાથી રવાના થયા બાદ સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યો ખાંભા પહોંચ્યા છે. અહીં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓએ સ્થાનિક કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી. કોંગી નેતાઓ પૂર્વ ધારાસભ્ય જે.વી. કાકડિયાના મત વિસ્તારમાં લોકો સાથે સંવાદ સાધશે અને ત્યાર બાદ ધરણાં યોજશે. જીએસટીવી સાથેની ખાસ વાતચીતમાં પરેશ ધાનાણી તેમજ લલિત કગથરાએ કોંગ્રેસની આગામી રણનીતિની માહિતી આપી હતી.

વિપક્ષના નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓએ સ્થાનિક કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી

સૌરાષ્ટ્રના કોંગી ધારાસભ્યો રાજુલાથી ધારી જવા રવાના થયા હતા. કોંગ્રેસના 16 જેટલા ધારાસભ્યોએ રાજુલા-મહુવા રોડ પર આવેલી દર્શન હોટલમાં રાત્રિ રોકાણ કર્યું હતું. ધારી જતા પહેલા તમામ ધારાસભ્યો પૂર્વ ધારાસભ્ય જે.વી. કાકડીયાના વિસ્તારમાં ગયા હતા..વિપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં તમામ ધારાસભ્યો ખાંભા, ચલાલા, ધારી અને બગસરામાં લોકો સાથે સંવાદ કરશે. સાથે સાથે જ ધરણાં પણ યોજશે.

READ ALSO

Related posts

રિઝર્વ બેન્કનો મોટો નિર્ણય / હવે વિદેશથી આવતા મુસાફરો પણ કરી શકશે UPIથી પેમેન્ટ

Nakulsinh Gohil

વિદ્યાર્થીઓ આનંદો! CBSE બોર્ડની ધોરણ 10અને 12ની પરીક્ષા આગામી 15 ફેબ્રુઆરીથી, વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડ આવ્યા

pratikshah

ઈ-રિક્ષા ડ્રાઈવરે રજૂ કરી ઈમાનદારીની મિસાલ, રસ્તા પર પડેલી 25 લાખ રૂપિયાથી ભરેલી બેગ પોલીસને સોંપી દીધી

HARSHAD PATEL
GSTV