Last Updated on March 6, 2021 by Pritesh Mehta
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાવંશે યુનિવર્સિટીઓને જમીન ફાળવણીમાં સરકારના નીતિ નિયમો નેવે મુકાયા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, પારુલ યુનિવર્સિટી અને રાજકોટમાં આર. કે. યુનિવર્સિટીને નિયમ વિરૂદ્ધ એગ્રીકલ્ચર કોર્સ શરૂ કરી દેવામાં આવ્યાં હતાં.

વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી ત્યારે સમગ્ર બાબતનો ખ્યાલ આવ્યો છે. આ સમગ્ર મામલે કૃષિ વિભાગે સમિતિની રચના કરી હતી અને બંને યુનિવર્સિટીને એગ્રીકલ્ચરના કોર્સમાં માટે મંજૂરી આપવી કે નહી તેના પર મંથન થયું પરંતુ મંત્રી અને સમિતિનાં અભિપ્રાયો અલગ અલગ હતાં.

રાજય સરકારની પુર્વ મંજૂરી લીધાં વગર કોર્સ શરૂ ન કરવા અગાઉ કહેવા છતાંય યુનિવર્સિટીએ કોર્સ શરૂ કર્યાની પણ કૃષિ પ્રધાન આર.સી. ફળદુએ નોધ લખી છે. તેમ પૂંજાવંશે કહ્યુ હતું. જોકે કૃષિ પ્રધાન આર.સી. ફળદુએ ભારત સરકારના આઈસીએઆરના નિયમોનું પાલન થતુ હોવાનો દાવો કર્યો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- મોટી દુર્ઘટના: રેલીંગ તોડીને પિકઅપ વાન ગંગામાં નદીમાં સમાઈ ગઈ, જોત જોતામાં 11 લોકો ડૂબી ગયા
- ન્યૂ ઈન્ડિયાની તસ્વીર: માસ્ક ન પહેરતા લોકો માટે મિસાલ, પૈસા નહોતા તો પક્ષીનો માળો મોં પર લગાવીને પેન્શન લેવા પહોંચ્યા વૃદ્ધ
- Long Covid/ કોરોનાની રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ આ સંકેતોની અવગણના ન કરો, 2-3 મહિના સુધી રહેશે લક્ષણ
- મહામારી/ કોરોના વાયરસના લક્ષણોના કારણે 25 ટકા ફેફસા થઇ રહ્યા છે ડેમેજ, આ બાબતો તમારા માટે જાણવી છે ખૂબ જ જરૂરી
- સરકારની સાંઠગાંઠ: કોડીનાર અંબુજા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં રેપિડ ટેસ્ટના નામે થાય છે ઉઘાડી લૂંટ
