GSTV
Gujarat Government Advertisement

VIDEO : એક ધારાસભ્યનો ભાવ 100 કરોડ કે 50 કરોડ !!

ભાજપ

Last Updated on March 16, 2020 by Karan

રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસી ધારાસભ્યોની ખરીદી શરૂ થઇ છે.ફરી એક વાર પક્ષપલટાનો દોર જામ્યો છે. કોંગ્રેસના એક ધારાસભ્યનો ભાવ રૂા.50 કરોડ બોલાયો છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાએ ફેસબુક પોસ્ટ લખીને ચોંકાવનારો આક્ષેપ કર્યો છેકે, કોંગ્રેસના ધારાસભ્ય કેટલામાં વેચાયાં છે, રૂા.100 કરોડમાં એક વેચાયાં છે કે પછી બે ધારાસભ્યો. ચૂંટણીમાં મતદારોના મતો મેળવીને ચૂંટાયેલાં પ્રતિનીધીઓ પોતાના સ્વાર્થ ખાતર પૈસામાં પોતાનું જમીર,વિચારધારા અને મતદારોનો વિશ્વાસને વેચી પક્ષપલટો કરી રહ્યાં છે ત્યારે મતદારોમાં ય રોષ ભભૂક્યો છે.

ગત્ત વખતે પણ ખોલ્યું હતું પત્તુ

ગત વખતે રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના એક મતથી અહેમદ પટેલ વિજયી થયા હતાં. આ વખતે ય ભારતીય ટ્રાયબલ પાર્ટીએ હજુ સુધી કોઇ ચોક્ક્સ વલણ જાહેર કર્યુ નથી. ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય મહેશ વસાવાએ એવુ કહ્યુ છેકે,અત્યારે ભાજપ અને કોંગ્રેસને લડી લેવા દો,પછી જોઇશું. અત્યારે તો અમે કોઇના સમર્થનમાં નથી. એટલું ચોક્કસ છેકે, 26મીએ જ અમે અમારૂ સમર્થન કોને આપીશુ તે જાહેર કરીશું.

ટ્વીટર પર લખી પોસ્ટ

આ તરફ, ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાએ ટ્વીટર પર પોસ્ટ લખીને ભાજપ-કોંગ્રેસને ચોંકાવ્યા છે. તેમણે પોસ્ટમાં એવો આરોપ મૂક્યો છેકે, રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં છે.તેમણે એવો સવાલ ઉઠાવ્યો છેકે, શું આ બંને ધારાસભ્યો રૂા.100 કરોડમાં વેચાયાં છે. ફરી તેમણે એવી ય શંકા વ્યક્ત કરી કે, રૂા.100 કરોડમાં એક ધારાસભ્ય વેચાયો કે, પછી બે વેચાયાં.

થોડા રૂપિયા ખાતર વેચાય ગયા ?

છોટુ વસાવાએ એવી માંગ કરીકે, મતદારોએ જેમને મત આપીને ચૂંટીને ધારાસભ્ય બનાવ્યાં છે.તેઓ ચૂંટણી જીત્યા બાદ માત્ર થોડાક રૂપિયા ખાતર વેચાઇ જાય છે.આવા ધારાસભ્ય અને સાંસદો પર દ્રેશદ્રોહ લાગવો જોઇએ. આમ,મતદારો સાથે ગદ્દારી કરનારાં ધારાસભ્યો સામે દ્રેશદ્રોહની કલમ લગાવી પગલાં ભરવાની માંગ ઉઠી છે ત્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટી હવે કોને મત આપે છે તે જોવાનુ રહ્યુ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પંજાબમાં ભાજપની જગ્યા બસપા લેશે: 25 વર્ષ બાદ અકાલી દળ સાથે માયાવતીનું ગઠબંધન, દલિત મતદારો ભજવશે મહત્વની ભૂમિકા

Pravin Makwana

અંધશ્રદ્ધા: યુપીના આ ગામમાં બન્યુ ‘કોરોના માતા’નું મંદિર, લોકો કરે છે વિધિવત પૂજા

Pritesh Mehta

તણાવ/ ઉત્તરમાં ચીન અને પાકિસ્તાનની નાપાક હરકત બાદ ભારતે લીધો આ નિર્ણય, સેના એલર્ટ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!