GSTV
Home » News » ફ્લાઈટ છૂટી જતા કોંગ્રેસનાં ધારાસભ્યને આવ્યો ગુસ્સો, એર ઈન્ડિયાના સ્ટાફ સાથે કર્યો દુર્વ્યવહાર

ફ્લાઈટ છૂટી જતા કોંગ્રેસનાં ધારાસભ્યને આવ્યો ગુસ્સો, એર ઈન્ડિયાના સ્ટાફ સાથે કર્યો દુર્વ્યવહાર

છત્તીસગઢના મહાસમુદ વિધાનસભા  ક્ષેત્રના કોંગ્રેસનાં ધારાસભ્ય વિનોદ ચંદ્રાકર પર એર ઈન્ડિયાના સ્ટાફની સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લાગ્યો છે. ઘટના સાત ઓગષ્ટના રાયપુર એરપોર્ટની છે. ધારાસભ્ય એરપોર્ટ મોડા પહોંચતા મહિલા સ્ટાફે તેમને ફ્લાઈટમાં ચડવાથી રોકતા તેમણે આવો વ્યવહાર કર્યો હતો. આ જાણકારી એરઈન્ડિયાનાં રિપોર્ટમાં આપવામાં આવી છે. રિપોર્ટમાં લખ્યુ છે, વિમાનમાં પાંચ યાત્રીઓને છોડીને બધાજ યાત્રીઓ સવાર થયા હતા. યાત્રિઓ માટે રાહ જોવામાં આવી હતી અને ઘણીવાર જાહેરાત પણ કરવામા આવી હતી. એક યાત્રીએ સુચના આપી અને જણાવ્યુ હતુકે, અન્ય લોકો રસ્તામાં છે. એર ઈન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસિસ લિમીડેટ પ્રભારી, અન્ય ગ્રાહક સેવા એજન્ટની સાથે એર ઈન્ડિયાના એરપોર્ટ મેનેજર, રાયપુર(મહિલા સ્ટાફ)એ તેમની રાહ જોઈ હતી.

યાત્રી 18.13 વાગ્યા સુધી આવ્યા ન હતા અને એરપોર્ટનાં એપીએમ અને અન્યો લોકો પ્રવાસ માટે તૈયાર હતા. એર ઈન્ડિયાના રિપોર્ટમાં કહ્યુ છેકે, ઉડાનનો દરવાજો 18.18 વાગ્યે બંધ થયો અને ફ્લાઈટે 18.30 વાગ્યે ઉડાન ભરી હતી.

જ્યારે ન્યૂઝ એજન્સીએ ધારાસભ્ય ઉપર લગાવેલાં આરોપો વિશે તેમને પુછ્યુ તો તેમણે ફોન ઉપર કહ્યુ હતુકે, હું એક ધારાસભ્ય છું, મને ખબર છેકે, કોની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. હું 17.30 વાગ્યે એરપોર્ટ પર પહોંચી ગયો હતો. તેમણે સીસીટીવીની તપાસ કરાવવાની પણ વાત કરી હતી.

તેમણે કહ્યુ, મારો સામાન બે વાર તપાસવામાં આવ્યો હતો. પોતાના સામાનની સુરક્ષા તપાસને કારણે હું 18.05 વાગ્યે છેલ્લાં ગેટ પર પહોંચ્યો હતો. મારા અને મારા સ્ટાફના સામાનની બેવાર તપાસ થવાને કારણે હું છેલ્લાં ગેટ પાસે મોડો પહોંચ્યો હતો. એર ઈન્ડિયાની મહિલા કર્મચારી મારા ઉપર બુમો પાડી રહી હતી અને અમને વિમાનમાં બેસવા દેવામાં આવ્યા ન હતા. જોકે, રિપોર્ટમાં ધારાસભ્ય ગુસ્સો કરતો હતા એવું કહેવામાં આવ્યુ છે.

READ ALSO

Related posts

તો સટ્ટાબજાર પર નહી થાય જેલ!, મેચ ફિક્સિંગ રોકવા માટે BCCI લેશે આ મોટો નિર્ણય

pratik shah

ભાજપના આ સાંસદ સાથે થયો જાતિગત ભેદભાવ, ગામમાં પ્રવેશ ન અપાતા મામલો બીચક્યો

Nilesh Jethva

Video: નચ બલિયેના સેટ પર મનીષ પૉલે કરી એવી હરકત, શૉ છોડીને ચાલી ગઇ રવિના ટંડન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!