GSTV
Jamnagar ગુજરાત ટોપ સ્ટોરી

સીએમની ઓફર : અમે તો ક્યાં ના પાડીએ છીએ જેને આવવું હોય, તમારે આવવું હોય તો તમારે પણ

ભૂપેન્દ્ર પટેલ

જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના પરિવારને ત્યાં શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે. આ કથામાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ સામેલ થઈ રહ્યા છે. જેથી અનેક કયાસો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરત ફરતી વખતે વિરોધપક્ષ ઉપનેતા શૈલેષ પરમારને ગાડીમાં સાથે આવવા આમંત્રણ આપ્યું હતું. ત્યારે એવા પણ સવાલો ઉઠ્યા છે કે શૈલેષ પરમાર અમદાવાદથી જ મુખ્યમંત્રીની સાથે આવ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલ

જામનગર ભાગવત્ કથામાંથી સીએમ ભૂપેન્દ્ર પટેલે પરત જતી વખતે વિરોધપક્ષ ઉપનેતા શૈલેષ પરમારને ગાડીમાં સાથે આવવા આમંત્રણ આપ્યું હતુ. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આવી જ જાવ અમે ક્યાં ના પાડીએ છીએ જેને આવવું હોય એને. શૈલેષ પરમાર અને ભૂપેન્દ્ર પટેલ અમદાવાદથી જ સાથે આવ્યા હતા તેવા સવાલો પણ ઉઠ્યા છે.

છેલ્લા ઘણા દિવસોથી કથામાં અનેક રાજકીય સમીકરણો જોવા મળી રહ્યા છે. સી.આર.પાટીલ સાથે નરેશ પટેલ, ભાજપના ટોંચના નેતાઓ સાથે હાર્દિક પટેલ અને આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વિરોધપક્ષ ઉપનેતા શૈલેષ પરમાર જોવા મળતા રાજકારણમાં ઉથલપાથલના એંધાણ દેખાઇ રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

BIG NEWS : ગુજરાતના 6 પોલીસ અધિકારીઓ સહિત 151 પોલીસ કર્મીઓને આ વર્ષે મળશે સન્માન, કેન્દ્ર સરકારે નામની કરી જાહેરાત

GSTV Web Desk

ગુજરાત હાઇકોર્ટનો હુકમ: મુસ્લિમ પત્નીએ હિન્દુ પતિ સાથે જવાનો ઇન્કાર કર્યો, બાળકની કસ્ટડી પિતાને સોંપવાનો કોર્ટનો આદેશ

Binas Saiyed

ગુજરાતના લોકોને મફત વીજળી આપવાના મુદ્દે કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ અરવિંદ કેજરીવાલ પર તાક્યુ નિશાન

GSTV Web Desk
GSTV