રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદરમાં કોંગ્રેસ કાર્યકરોનું સંમેલન યોજાયુ હતું. જેમા કોંગ્રેસના અન્ય ધારાસભ્યો અને જીલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય લલીત વસોયાએ જાહેરમંચ પર આપેલા નિવેદને ચર્ચાનું જોર પકડયુ છે. લલીત વસોયાએ કહ્યું હતું કે, ઉપલેટા ધોરાજી વિસ્તારમા હાલ નવ લોકો ટિકિટના દાવેદાર છે. જે પૈકી એક ઉમેદવાર લલિત વસોયા પણ છે. પાર્ટી જે કંઈ નિર્ણય કરે તેની સાથે હું સહમત છું. 2017 મા પાર્ટીએ મને ટીકીટ આપી હતી. આ વખતે કદાચ કોઈ અન્યને ટીકીટ આપશે તો હું કાર્યકર્તા તરીકે કામ કરીશ.

લલિત વસોયાને કોંગ્રેસ પક્ષ ટીકીટ આપશે કે નહી તે એક પ્રશ્ન છે.બે દિવસ પહેલા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા ફરીવાર ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા. ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં લલિત વસોયાનો ફરીવાર ભાજપ પ્રેમ છલકાયેલો દેખાયો હતો. લલિત વસોયા સાથે પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા જોવા મળ્યા હતા.
આ પહેલા પણ લલિત વસોયા અનેક વખત ભાજપના ધારાસભ્ય અને સાંસદ સભ્ય સાથે જોવા મળી ચુક્યા છે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે, કોંગી ધારાસભ્ય લલિત વસોયા શારિરિક રીતે કોંગ્રેસમાં તો છે, બાકી તેમનો અંતરઆત્મા ભાજપમાં લીન થયો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
આ પણ વાંચો
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી